Aapnu Gujarat
ગુજરાત

ઓઢવમાં માતા-પુત્રની હત્યા કેસમાં પુત્રવધુનાં પ્રેમીની ધરપકડ

શહેરના ઓઢવ વિસ્તારમાં અંબિકાનગરમાં બેલાપાર્ક સોસાયટી ખાતે વિધવા માતા અને તેના જુવાન પુત્રના ડબલ મર્ડરનો પોલીસે જબરદસ્ત રીતે ભેદ ઉકેલી નાંખ્યો છે. જો કે, ડબલ મર્ડરના આ કેસની હકીકતો કોઇ હિન્દી ફિલ્મની કહાની કે થ્રીલરથી કંઇ કમ નથી. ડબલ મર્ડરના કેસમાં પુત્રવધુનું પ્રેમ પ્રકરણ જ જવાબદાર હોવાની અને તેનો પ્રેમી કે જે વ્યવસાયે કમ્પાઉન્ડર છે તે બળદેવ ઠાકોર જ માતા-પુત્રનો હત્યારો હોવાની સનસનીખેજ વિગતો સામે આવી છે. પોલીસે આરોપી કમ્પાઉન્ડર બળદેવ ઠાકોરની ધરપકડ કરી લીધી છે, તો બીજીએક ટીમ પુત્રવધુ સુજાતાને લેવા માટે મહારાષ્ટ્ર સતારા રવાના થઇ છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઓઢવ વિસ્તારમાં અંબિકાનગર ખાતે આવેલી બેલાપાર્ક સોસાયટીના એક મકાનમાંથી છેલ્લા બે દિવસથી અસહ્ય અને માથુ ફાટી જાય તેવી તીવ્ર દુર્ગંધ આવતી હોઇ આડોશપાડોશના લોકોએ ઓઢવ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઉપરાંત એસઓજી અને ક્રાઇમબ્રાંચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસ કરી તો, મકાનના વરંડામાં પ્લાસ્ટિકના કોથળામાંથી ફોગાઇ ગયેલી હાલતમાં તીવ્ર દુર્ગંધ મારતી હાલતમાં વિધવા માતા કંચનબહેન સુરેશભાઇ મોદી(ઉ.વ.૫૭) અને તેમના પુત્ર વિપુલ મોદી(ઉ.વ.૨૮)ની લાશ મળી આવી હતી. કોથળામાંથી માતા-પુત્રની લાશ મળતાં અને ડબલ મર્ડરની ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર સહિત શહેરભરમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે પૂત્રવધુ સુજાતાના પ્રેમી બળદેવ ઠાકોરની કડકાઇથી પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, બળદેવ ઠાકોર અને સુજાતાના પ્રેમસબંધની માતા અને પતિ વિપુલને જાણ થઇ જતાં તેઓ સુજાતાને આ બાબતે ઠપકો પણ આપતા હતા. બીજીબાજુ, પોતાના પ્રેમસંબંધમાં અડચણરૂપ માતા કંચનબહેનને બળદેવ ઠાકોરે કુહાડીના ઘા ઝીંકી પતાવી દીધા હતા. આરોપી બળદેવ ઠાકોરે કબૂલ્યું કે, તા.૩જીએ શનિવારે તે કંચનબહેનના ઘેર ગયો હતો અને સુજાતાને કેમ પિયર મોકલી દીધી એમ કહી તેમની સાથે ઝઘડો થયો હતો. ઉશ્કેરાટમાં કુહાડીના ઘા ઝીંકી કંચનબહેનને પતાવી દીધા હતા. તેમની લાશ સગેવગે કરવાનો પ્રયાસ કરતો હતો, એટલામાં વિપુલ આવી ગયો તે જોઇ જતાં આખરે તેને પણ પતાવી દીધો હતો. આરોપી કમ્પાઉન્ડર બળદેવ ઠાકોર દ્વારા વિધવા માતા અને તેના પુત્રની હત્યાનો પ્લાન ઘડાયો અને તે કાવતરાના ભાગરૂપે જ સુજાતા સુજાતા છેલ્લા દસ દિવસથી પોતાના પિયર મહારાષ્ટ્ર જતી રહી હોવાનું પોલીસ માની રહી છે. સુજાતાને અહીં લાવવા પોલીસની એક ટીમ ત્યાં રવાના થઇ છે. સુજાતાને લાવી તેની પૂછપરછ બાદ આ સમગ્ર પ્રકરણમાં હજુ ચોંકાવનારી વિગતો સામે આવે તેવી શકયતા છે.

Related posts

નર્મદા પરિક્રમામાં ધોમધખતા તાપમાં ઉમટી જનમેદની

aapnugujarat

લગ્ન કરી લૂંટેરી દુલ્હન સપ્તાહમાં પલાયન થઈ

aapnugujarat

પાવીજેતપુર તળાવ પાસેથી બે અજગર પકડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1