Aapnu Gujarat
ગુજરાત

થર્મોકોલના ખોખામાં બેસી નદી પાર કરીને શાળામાં જાય છે બાળકો

ગુજરાત સરકાર વિકાસના દાવા કરી રહી છે. જ્યારે બીજીબાજુ સરકારી તંત્રની અણઆવડતના કારણે અડઘું ગુજરાત તરતું ગુજરાત બની ગયું છે. માતર પાસેના મગનપુરા ગામના બાળકો ને સ્કુલમાં આવવા જવા માટે અત્યંત જોખમી પ્રવાસ કરી રહ્યા છે.
માસુમ બાળકોને થર્મોકોલના ખોખામાં બેસાડી નદી પાર કરીને શાળાએ મોકલવામાં આવે છે. મગનપુરા ગામના લોકો પણ શેઢી નદી પાર કરીને આવનજાવન કરી રહ્યા છે. નેતાઓ કે સરકારી તંત્રને લોકોની અત્યંત દયનીય હાલત દેખાતી નથી.
ગુજરાત સરકાર કરોડો રુપીયા ખર્ચ કરીને વિકાસના દાવા કરી રહી છે. શાળાઓમાં ગુણોત્સવ અને ખેલકુદ જેવા કાર્યક્રમોની ઉજવણી પાછળ કરોડો રુપીયા ખર્ચ કરાય છે. પરંતુ માસુમ બાળકોની દયનીય હાલત નેતાઓ કે સરકારી અધિકારીને દેખાતી નથી.
માતર પાસેના મગનપુરા ગામના લોકો શેઢી નદી પાર કરવા માટે જોખમ ઉઠાવે છે. અત્યંત આઘાતજનક બાબત એ છે કે મગનપુરા ગામના માસુમ બાળકો સામે કાંઠે આવેલી શાળામાં આવવા જવા માટે અત્યંત જોખમી પ્રવાસ કરે છે.
માસુમ બાળકોને થર્મોકોલના ખોખામાં બેસાડી નદી પાર કરાવવામાં આવે છે. મોટી ઉંમરના બાળકોને વાલીઓ હાથ પકડીને નદી પાર કરાવે છે. નાની ઉંમરના માસુમ બાળકો જીવ જોખમમાં મુકીને સાક્ષરતા અભિયાનને સફળ બનાવી રહ્યા છે. માસુમ બાળકોની મોતની સવારી એસી ચેમ્બરમાં બેસીને વિકાસના આંકડા રજુ કરતા ઉચ્ચ અધિકારીઓ અને વિકાસના ગુણગાન ગાનાર નેતાઓને દેખાતી નથી.

Related posts

નવસારી જિલ્લામાં ૧ હજાર આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો

aapnugujarat

કાંકરેજ તાલુકા કિસાન એકતા સમિતિએ મામલતદારને આવેદનપત્ર સોંપ્યું

aapnugujarat

વાઘાણીએ સુરતમાં કોંગ્રેસીને હરામજાદા કહ્યું : નવો વિવાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1