Aapnu Gujarat
ગુજરાત

નવસારી જિલ્લામાં ૧ હજાર આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો

નવસારી જિલ્લાના ગણદેવા ગામે ૧ હજાર જેટલા આદિવાસીઓએ ધર્મ પરિવર્તન કરી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતા ગામમાં આંતરવિગ્રહની સ્થિતિ ઉભી થઇ છે. ધર્મ પરિવર્તન કરનારાઓને હરિપુરા ફળિયાના સ્થાનિકોએ તરછોડ્યા છે. સાથે જ ખ્રિસ્તી આગેવાનોને ગામમાં ન પ્રવેશવા માટેના બેનરો પણ લગાવવામાં આવ્યા છે. ગણદેવા ગામે ધર્માંતરણનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ગરમાયો છે. તેમ છતાં સ્થાનિક તંત્ર હજુ કુંભકર્ણની નિદ્રામાં પોઢે છે.નવસારીના ગણદેવી તાલુકાનું નાનું એવું ગણદેવા ગામ આદિવાસી પરિવારોના ધર્માંતરણને લઇને વિવાદમાં સપડાયું છે. ગામના અનેક આદિવાસી પરિવારોએ એકસાથે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતા વર્ગવિગ્રહની સ્થિતિ ઉભી થઇ છે. સ્થાનિક આદિવાસીઓએ તેમના ફળિયામાં રહેતા અને ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરનારા આદિવાસી પરિવારો તમામ સંબંધો કાપી નાંખ્યા છે. સાથે જ ફળિયામાં ખ્રિસ્તી આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતા બેનરો અને બોર્ડ પણ લગાવી દીધા છે. આદિવાસીઓને રૂપિયાની લાલચ આપીને તેમજ ખોટી રીતે ભરમાવીને ધર્મ પરિવર્તન કરાવાતું હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.ગણદેવામાં હળપતિ સમાજના ગરીબ આદિવાસીઓના ધર્માંતરણ બાદ વર્ગ વિગ્રહની સ્થિતિ ઉભી થતાં હળપતિ સમાજના આગેવાનો આગળ આવ્યા છે. તેઓ ધર્માંતરણ કરનારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ વીએચપી અને બજરંગદળે સમગ્ર મામલે સીએમ અને ગૃહપ્રધાનને નક્કર પગલાં લેવા અપીલ કરી છે.ગણદેવામાં અત્યાર સુધીમાં એક હજાર જેટલા લોકોએ ધર્માંતરણ કર્યું છે. તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી યોગ્ય તપાસ ન કરાયાનો આક્ષેપ કરી વીએચપી અને બજરંગદળે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Related posts

ક્લાઇમેટ ચેન્જ અંગેની જાગત્તિ માટે યોજાયેલા ત્રિવસીય પ્રદર્શનને ખૂલ્લુ મૂકતાં વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી તડવી

aapnugujarat

સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં ખેતીવાડીની વિવિધ સહાય માટે 29781 ખેડૂતોએ અરજી કરી હતી.

aapnugujarat

વગર ડિગ્રીએ બની બેઠેલા ડૉક્ટરની થઇ ધરપકડ

editor

Leave a Comment

UA-96247877-1