Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મેક ઈન ઈન્ડિયા હેઠળ હવે ભારતમાં બનશે મેટ્રોના ડબ્બા, જાહેર કર્યુ ૧૫૦ કરોડનું ટેન્ડર

મૉડર્ન કોચ ફેક્ટરીએ (એમસીએફે) ૨૦૨૧ સુધીમાં દેશમાં મેટ્રોના ડબ્બા બનાવવાનો વિચાર કર્યો છે. ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ મેટ્રોના ડબ્બાના નિર્માણની ટેકનોલોજી ખરીદવા માટે ૧૫૦ કરોડ રૂપિયાનુ ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આજના સમયમાં અમે મેટ્રોના ડબ્બાને ચીન અને અન્ય દેશોથી આયાત કરીને હેષ જ્યારે તેનુ નિર્માણ આપણા દેશમાં થાય છે તો આપણને ઓછા ખર્ચમાં સારી ક્વોલિટી મળી જશે.સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ, એમસીએફ રાયબરેલીએ ગયા અઠવાડિયે આ ટેન્ડર જાહેર કર્યુ છે.
આ ટેન્ડર ડિઝાઈન, વિકાસ, વિર્નિમાણ, પરીક્ષણ અને એલ્યુમિનિયમના બનેલા મુસાફરીના ડબ્બાના રખરખાવ માટે પ્રોદ્યોગિકી હસ્તાંતરણ અને વિશેષજ્ઞતા ખરીદ માટે જાહેર કરવામાં આવ્યા છે. આ યોજના સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું, આપણે દરેક પ્રકારના ડબ્બાને બજારનો ભાગ બનાવવા ઈચ્છીએ છીએ. જેનાથી આપણે આપણા શહેરોની જરૂરિયાતને પૂર્ણ કરવામાં સક્ષમ બનીશું, જે સતત શહેરોમાં પરિવહન વિકલ્પોનો વિસ્તાર કરતા જઈ રહ્યાં છે. અત્યારે આ ડબ્બાને મોટા પાયા પર આયાત કરાઈ રહ્યાં છે. અમે તેમને ખૂબ ઓછા ખર્ચ પર તૈયાર કરી શકીએ છીએ.
સૂત્રોએ જણાવ્યું કે ટેન્ડર ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ ખુલશે અને ૨૦૨૧ સુધી અમે પહેલો ડબ્બો રજૂ કરી શકીશું. વર્તમાન સમયમાં કોલકત્તા મેટ્રો માટે ડબ્બાનુ નિર્માણ ચેન્નઈની ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં કરવામાં આવે છે. પરંતુ એમસીએફ દ્વારા ઉત્પાદિત થતા ડબ્બા ડિઝાઈન અને ટેકનીકના મામલામાં આંતરરાષ્ટ્રીય સ્તરના હશે, જે તેમને સારા ઉત્કૃષ્ટ બનાવશે.રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અત્યારે જે મેટ્રોના ડબ્બાને અમે આયાત કરીએ છીએ તેમનો અનુમાનિત ખર્ચ આઠ થી નવ કરોડ રૂપિયા પ્રતિ ડબ્બા હોય છે. જ્યારે સ્વદેશી રીતે બનાવેલા ડબ્બાનો ખર્ચ સાત થી આઠ કરોડ રૂપિયા હોય છે, પરંતુ જો યોગ્ય માત્રામાં અમને ડબ્બાનો ઓર્ડર મળવા લાગે તો તેનો ખર્ચ ચારથી છ કરોડ રૂપિયા આવશે.
આવાસ અને શહેરી મામલાના મંત્રાલયના આંકડા મુજબ, દિલ્હી-એનસીઆર, બેંગલુરૂ, મુંબઈ, લખનઉ, ચેન્નઈ, નાગપુર, પુણે, કોચ્ચિ, અમદાવાદ, નોએડા-ગ્રેટર નોએડા, હૈદ્રાબાદ, જયપુર, કોલકત્તા અને ગુરૂગ્રામ સહિત અમૂક અન્ય શહેરોમાં મેટ્રોનુ પરિચાલન અને નિર્માણ ચાલી રહ્યું છે.

Related posts

બાળક તસ્કરીમાં એશિયામાં અગ્રેસર ભારત

aapnugujarat

દાઉદ ઈબ્રાહિમ કરાચીમાં મરણ પથારીએ

aapnugujarat

Delhi govt’s LNJP hospital doctors go on strike, demand more security

aapnugujarat

Leave a Comment

UA-96247877-1