Aapnu Gujarat
Uncategorized

ધ્રાંગધ્રા સબજેલમાં એસઓજીનાં દરોડા

ધાંગધ્રા સબજેલમાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર કેટલીક પ્રતિબંધીત ચીજ-વસ્તુઓ ઝડપાય છે. ત્યારે ધ્રાંગધ્રાની સબજેલમાં રહેલા તમામ કાચાકામના કેદીઓ પાસે તમામ પ્રતિબંધીત ચીઝવસ્તુઓની સહુલીયત મળતી રહે છે. ત્યારે ધ્રાંગધ્રા સબજેલમાં વધુ એક વખત એસઓજી દ્વારા દરોડા કરતા મોબાઇલ ઝડપાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા સબજેલમાં મોબાઇલ ફોનનો ઉપયોગ થતો હોવાની બાતમી સુરેન્દ્રનગર એસઓજી ટીમના પી.એસ.આઇ એમ.બી.સોલંકીને માહિતી મળતા તુરંત તેઓએ પોતાની ટીમને લઇને ધ્રાંગધ્રા સબજેલમાં બપોરના સમયે ઝડતી હાથ ધરતા સબજેલની બેરેક નંબર-૧ માંથી જયપાલ પ્રવિણસિંહ સોલંકી રહેઃ-ઝીંઝુવાડા તથા ગજેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા રહેઃ- ઝીઝુવાડાવાળા હાલ ધ્રાંગધ્રા સબજેલમાં કાચાકામના કેદીઓ હોય જેઓની પાસેથી ૨ મોબાઇલ મળી આવ્યા હતા જ્યારે તપાસ કરતા મોબાઇલની સાથે એક અન્ય ચાર્જર પણ મળી આવ્યું હતું. જ્યારે બંન્ને કેદીઓ વિરુધ્ધ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી સબજેલમાં મોબાઇલ પહોંચાડનાર અન્ય બે અજાણ્યા ઇશમો સામે પણ ફરિયાદ નોંધી છે. ત્યારે ધ્રાંગધ્રા સબજેલમાં અગાઉ પણ મોબાઇલ, ચાર્જર, તિક્ષ્ણ હથીયાર, વિદેશીદારુ સહિત પ્રતિબંધીત ચીજવસ્તુઓ મળી આવી હતી. હાલ ધ્રાંગધ્રાની સબજેલ માંથી ૨ મોબાઈલ ફોન અને ચાર્જર કોની રહેમ દ્રષ્ટિથી આવ્યા તે અંગેની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Related posts

રાજનીતિમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરનો ઉદભવ

aapnugujarat

श्रद्धालु ने गिरनार परिक्रमा की शुरुआत शुरू कर दी

aapnugujarat

વેરાવળ સોમનાથમા ગૌ સાયકલ યાત્રાનો ભવ્ય સ્વાગત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1