Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

દક્ષિણ આફ્રિકામાં દર ત્રીજો વ્યક્તિ દુષ્કર્મી

આપણાં દેશમાં અવારનવાર બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે અને તેવામાં આપણને એવું લાગે છે કે હવે આપણો દેશ મહિલાઓ માટે સુરત્રિત નથી રહ્યો. પરંતુ અમે તમને વા શહેર વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જ્યાં બળાત્કારની ઘટનાઓ સામાન્ય છે. ડીપસ્લૂટને સાઉથ આફ્રિકામાં જોહાનિસબર્ગના સૌથી ખતરનાક વિસ્તારો માંથી એક માનવામાં આવે છે. અહીં મહિલાઓના બળાત્કારની ઘટના એકદમ સામાન્ય બાબત છે. સાઉથ આફ્રીકાના શહેર ડીપસ્લૂટના રહેવાસી બે યુવાનોએ જણાવ્યું કે તેમણે અત્યારસુધીમાં અનેક મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો છે. તેમણે દાવો કર્યો કે તેમને તેની જાણ ન હતી કે તેઓ કંઇ ખોટુ કરી રહ્યાં છે. તેમણે ક્યારેય પોતાની જાતને તે બળાત્કાર પિડિતાઓના સ્થાને મુકીને તેમની તકલીફનો અંદાજ લગાવવાનો પ્રયાસ જ નથી કર્યો.
તેમણે જણાવ્યું કે, મહિલાઓ જેવો દરવાજો ખોલે અમે તેમના ઘરમાં ઘૂસી જતાં અને ચાકૂની અણીએ અમે તેના પર બળાત્કાર ગુજારતાં. અન્ય યુવકે જણાવ્યું કે તેણે તેના મિત્રની સામે જ તેની ગર્લફ્રેન્ડ પર બળાત્કાર ગુજાર્યો હતો. આ બાબત ઘણા ચોંકાવનારી છે પરંતુ ડીપસ્લૂટમાં આવી ઘટનાઓ સામાન્ય છે.
આ શહેરના દર ત્રણ માંથી એક પુરુષે માન્યું કે તેણે ઓછામાં ઓછી એકવાર બળાત્કાર કર્યો છે. આ સંખ્યા અહીની આબાદીના ૩૮ ટકા છે. આ બાબત ૨૦૧૬માં કરવામાં આવેલા સર્વેમાં સામે આવી છે. આ સર્વે માટે યુનિવર્સિટી ઑફ વિટવૉટર્સરંડે ૨૬૦૦થી વધુ પુરુષો સાથે વાતચીત કરી હતી. કેટલાંક લોકોએ એક જ મહિલા પર બે વાર બળાત્કાર ગુજાર્યો હતો.
ઘણી ઓછી મહિલાઓ બળાત્કારીનો વિરોધ કરી શકે છે. ડીપસ્લૂટમાં લોકોના મનમાં એવી ધારણા છે કે બળાત્કાર અપરાધ નથી. ગત ત્રણ વર્ષોમાં બળાત્કારની ૫૦૦ ફરિયાદો નોંધાઇ પરંતુ કોઇ કાયદાકીય કાર્યવાહી ન થઇ. ફક્ત બળાત્કાર જ નહી અન્ય અપરાધો માટે અહીનો કાયદો અપંગ છે.
ડીપસ્લૂટમાં કાયદો નામની કોઇ વસ્તુ જ નથી. તેવામાં અહી મોટા મોટા ગુનાઓ થઇ જાય છે. કોઇની પણ હત્યા થઇ જાય છે. પ્રશાસન કોઇ કાર્યવાહી ન કરતું હોવાથી અહીના લોકોએ કાયદો પોતાના હાથમાં લઇ લીધો છે. અપરાધીઓને સજા આપવા માટે લોકો તેને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દે છે અથવા તો પેટ્રોલ છાંટીને આગ ચાંપી દે છે.
ડીપસ્લૂટને ડીપ ડીચ એટલે કે ઉંડી ખાઇના નામે ઓળખવામાં આવે છે. અહીના લોકોને લાગે છે કે તેઓ કોઇ ઉંડી ખાઇમાં ફંસાઇ ગયાં છે. આ શહેર ગરીબી અને બેરોજગારીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે પરંતુ મહિલાઓ સામે થતાં અપરાધ અને રેપ કલ્ચરના કારણે અહીની આર્થિક સ્થિતિ કથળતી જઇ રહી છે.

Related posts

अमेरिकी राष्ट्रपति ट्रंप और उनकी पत्नी मेलानिया हुईं कोरोना संक्रमित

editor

શ્રીલંકાએ ૩૭ દેશોના ઓન એરાઇવલ વિઝા બંધ કર્યા

aapnugujarat

एशियाई देशों को ज्यादा तेल की पेशकश कर रहा सऊदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1