Aapnu Gujarat
રાષ્ટ્રીય

જદયુ બિહારમાં યાત્રા કાઢી સંગઠનને મજબુત કરવાની કવાયત શરૂ કરશે

બિહાર વિધાનસભા ચુંટણી ૨૦૨૦માં ભલે જ એનડીએનો વિજય થયો હોય અને નીતીશકુમાર મુખ્યમંત્રી બન્યા હોય પરંતુ તેમની પાર્ટી જદયુએ પોતાના ખરાબ પ્રદર્શનને ગંભીરતાથી લીધુ છે હકીકતમાં બિહારમાં જદયુ ત્રીજા નંબરની પાર્ટી રહી હતી આવામાં હવે જદયુએ બિહારમાં યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે જાે કે જદયુએ આ રણનીતિ એવા સમયે બનાવી છે જયારે તાજેતરમાં જ પ્રશાંત કિશોરે બિહારમાં ૩૦૦૦ કિમીની પદયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે.
હકીકતમાં જદયુના વરિષ્ઠ નેતા બિહારની યાત્રા કરશે અને સંગઠનને જમીન પર મજબુત કરવાની કવાયત શરૂ કરશે આ સાથે જ પાર્ટીની જમીની સ્થિતિની પણ માહિતી લગાવશે પાર્ટીના વરિષ્ઠ નેતા બિહારના ગામોમાં જમીની પ્રવાસ કરશે અને પાર્ટીને ટોચ પર પહોંચાડવાનો પ્રયાસ કરશે
જદયુના પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહા હાલના દિવસોમાં પાર્ટીના મુદ્દાને લઇ ખુબ ગંભીર જાેવા મળી રહ્યાં છે તેમણે મીડિયાથી વાતચીતમાં કહ્યું કે અમે લોકો ૨૦૨૦ના પરિણામને ભુલ્યા નથી અમે ખુબ તાકિદે તેની અંદર પહોંચી વસ્તુઓને સામે લાવીશું તેમણે કહ્યું કે આવનારા સમયમાં વિધાનસભા ચુંટણી અને લોકસભા ચુંટણી બંન્ને છે અમે તે દરમિયાન ખુદને નબળા કરવા માંગતા નથી સંગઠનની જમીન પર સચ્ચાઇ શું છે તેના માટે જદયુના વરિષ્ઠ નેતા બિહાર પ્રવાસ પર નિકળશે અને જમીની હકીકતથી પાર્ટીને માહિતગાર કરાવશે
જદયુ અધ્યક્ષે કહ્યું કે પાર્ટી સંગઠનની અંદર ખુબ રાજકીય પદ ખાલી છે તેને તાકિદે ભરવામાં આવશે ત્યારબાદ જદયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલનસિંહ અને સંસદીય બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાની સાથે હું પોતે પ્રદેશની યાત્રા પર નિકળીશું તમામ જીલ્લામાં કાર્યકર્તા સંમેલન કરવામાં આવશે અને તમામ જીલ્લા પ્રભારીની સાથે તે વિસ્તારના ધારાસભ્ય અને સંગઠનથી જાેડાયેલ લોકોને સાથે રાખવામાં આવશે આ દરમિયાન કાર્યકર્તાઓને પાર્ટીને મજબુત બનાવવા માટે વિશેષ સુચન અને તાલીમ આપવામાં આવશે પ્રદેશ અધ્યક્ષના આ નિવેદન બાદ કહેવામાં આવી રહ્યું છે કે પ્રશાંત કિશોરના બિહારની રાજનીતિમાં ઉતરવાની અસર જદયુ પર સૌથી પહેલા જાેવા મળી રહી છે જાણકાર માને છે કે જદયુ સક્રિય થવાની પાછળ પ્રશાંત કિશોર જ મુખ્ય કારણ છે.
પાર્ટી સુત્રોના જણાવ્યા અનુસાર જદયુના વરિષ્ઠ નેતાઓ ખુબ તાકિદે મે કે જુનની શરૂઆતમાં બિહારના પ્રવાસે નિકળશે પાર્ટીનો પ્રયાસ છે કે લોકસભા ચુંટણી અને બિહારમાંકોઇ અન્ય પક્ષની એન્ટ્રી પહેલા પોતાની જમીનને મજબુત કરી લેવામાં આવે તેના માટે અનેક સ્તરો પર બેઠકોનું આયોજન કરવામાં આવશે અને બિહારના ગામોમાં જઇ પાર્ટી પોતાની ગુમાવેલી શાખ શોધશે જાે કે મુખ્યમંત્રી નીતીશકુમાર પ્રશાંત કિશોરના નિવેદનને હવાઇ બતાવી ચુકયા છે પરંતુ પાર્ટી તરફથી બિહાર ભ્રમણને પ્રશાંત કિશોરની ત્રણ હજાર કિલોમીટર યાત્રાની જાહેરાતથી જાેડીને જાેવામાં આવી રહી છે.

Related posts

વડાપ્રધાને સરકારને સાત વર્ષ પૂર્ણ થતા મન કી બાત થકી દેશવાસીઓને સંબોધ્યા

editor

સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત રદ કરી

editor

पराली से बनाई जा सकती हैं सीएनजी : केजरीवाल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1