Aapnu Gujarat
રાષ્ટ્રીય

સરકાર મોંધવારી અને બેરોજગારી પર અંકુશ લગાવવામાં નિષ્ફળ : Sharad Pawar

એનસીપીના પ્રમુખ શરદ પવારે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાઓનો સામનો કરવામાં ૧૦૦ ટકા નિષ્ફળ ગઇ છે.જયારે કેટલાક લોકો દ્વારા અયોધ્યાની યાત્રા અને પુજા પાઠ કરવાના મુદ્દાને મહત્વ આપવામાં આવી રહ્યું છે.પવારે કોલ્હાપુરમાં કહ્યું કે અયોધ્યા જવું કોઇ રાષ્ટ્રીય મુદ્દો નથી એનસીપી પ્રમુખે આરોપ લગાવ્યો કે તેમણે આવો એક પણ મામલો જાેયો નથી જેમાં ઇડીએ કેન્દ્ર સરકારમાં સામેલ લોકોની વિરૂધ્ધ દરોડા પાડયા હોય પરંતુ વિપક્ષમાં હાજર લોકોની વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મસ્જિદોથી લાઉડસ્પીકર હટાવવાનું આહ્વાન કરી વિવાદ ઉભો કરનાર મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ તાજેતરમાં કહ્યું હતું કે તે ભગવાન રામના આશીર્વાદ લેવા માટે પાંચ જુને અયોધ્યા જશે એ યાદ રહે કે મહારાષ્ટ્રના પર્યટન મંત્રી અને શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ પણ પહેલા કહ્યું હતું કે તે અયોધ્યાનો પ્રવાસ કરશે
પવારે કહ્યું કે મોંધવારી બેરોજગારી અને કાયદો વ્યવસ્થા જેવા મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરવાની જગ્યાએ અયોધ્યા જવા અને પુજા પાઠ કરવા જેવા મામલાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે ૨૦૧૪માં સ ત્તામાં આવ્યા બાદ મોંધવારી અને બેરોજગારી જેવા મુદ્દાને લઇ લોકોને આશ્વસ્ત કર્યા હતાં પરંતુ તેનો સામનો કરવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે અને લોકો યોગ્ય સમય પર તેની પાસે તેની ભરપાઇ કરશે પવારે કહ્યું કે આમ આદમી અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે પરંતુ કેેન્દ્રમાં બેઠેલા લોકો તેના પર ધ્યાન આપવા તૈયાર નથી સમસ્યાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ધર્મથી જાેડાયેલ આ રીતની હરકતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે
પવારે ભાજપની વિરૂધ્ધ એક વૈકલ્પિક મોરચો બનાવવા સંબંધી સવાલના જવાબમાં કહ્યું કે આ સંબંધમાં ચર્ચા વિચારણા ચાલુ છે એ પુછવા પર કે શું વડાપ્રધાન મોદીની વિરૂધ્ધ વિપક્ષનો કોઇ ચહેરો છે પવારે કહ્યું કે આ બાબતમાં હાલ કાંઇ કહી શકાય તેમ નથી કેટલાક સ્થાનો પર અમારે (વિપક્ષી) વચ્ચે મતભેદ છે પશ્ચિમ બંગાળ ચુંટણીમાં અમે મમતા બેનર્જીની સાથે એક સાથે હતાં પરંતુ કોંગ્રેસ અને ડાબેરી બીજા જુથમાં હતાં જો અમે કોંગ્રેસ ડાબેરી અને મમતા એક સાથે હોત તો અમને એક અલગ તસવીર જાેવા મળત.
મહારાષ્ટ્રમાં સ્થાનિક એકમોની ચુંટણી પહેલા મહા વિકાસ અઘાડીના સાથીઓ વચ્ચે ગઠબંધનની સંભાવના બાબતે પુછવા પર પવારે કહ્યું કે આ મામલામાં તેમની પાર્ટીમાં બે મત છે તેમણે કહ્યું કે એનસીપીના કેટલાક સભ્યોનું માનવું છે કે આપણેે આપણા ચુંટણી પ્રતિક પર ચુંટણી લડવી જાેઇએ અને આપણે ચુંટણી બાદ ગઠબંધન પર નિર્ણય કરી શકીએ છીએ પરંતુ કેટલાક લોકોનું કહેવુ છે કે આપણે મળી સરકાર ચલાવી રહ્યાં છીએ આથી ચુંટણી પણ મળીને લડવી જાેઇએ આ મામલામાં હાલ કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી

Related posts

રિઝર્વ બેંકના નિયમોમાં ફેરફાર કરાશે

editor

ભારત ફ્રાન્સ પાસેથી ટ્રાન્સપોર્ટ ટેન્કર વિમાન ખરીદશે

editor

શારદા ચીટ કાંડમાં સીબીઆઈ દ્વારા કરાયેલા ખુલાસા ગંભીર : સુપ્રીમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1