Aapnu Gujarat
ટેકનોલોજી

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્‌સને કોરોના થયા

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર અને વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક બિલ ગેટ્‌સ કોરોનાથી સંક્રમિત થયા છે. આ વાતની જાણકારી તેમણે પોતે એક ટ્‌વીટ દ્વારા આપી છે. જાે કે આ દરમિયાન તેમણે કુલ ચાર ટિ્‌વટ કરી હતી. આમાં, તેમના કોરોના ચેપ, રસી અને તેના પાયા વિશે માહિતી આપવામાં આવી છે.
બિલ ગેટ્‌સે પોતાના ટિ્‌વટમાં લખ્યું છે કે મારો કોવિડ-૧૯નો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હાલમાં હળવા લક્ષણો અનુભવી રહ્યો છું. તેમણે કહ્યું કે જ્યાં સુધી હું સંપૂર્ણ સ્વસ્થ નહીં થઈ જાઉં ત્યાં સુધી હું આઈસોલેશનમાં રહીશ. હું ડોકટરોની સલાહને અનુસરી રહ્યો છું.
તેમણે ટ્‌વીટ કર્યું, “હું ભાગ્યશાળી છું કે હું કોરોનાની રસી મેળવી અને તેનો બૂસ્ટર ડોઝ પણ લીધો. અમારી પાસે કોરોના ટેસ્ટિંગ અને મેડિકલ કેર માટે સારી સુવિધાઓ છે.”
બિલ ગેટ્‌સે અન્ય એક ટિ્‌વટમાં કહ્યું કે, “ગેટ્‌સ ફાઉન્ડેશનની ટીમો બે વર્ષમાં પ્રથમ વખત એકત્ર થઈ રહી છે, અને હું ભાગ્યશાળી છું કે દરેકને જાેવાની અને તેમની મહેનત બદલ તેમનો આભાર માનવાનો મોકો મળ્યો.” અમે અમારા ભાગીદારો સાથે કામ કરવાનું ચાલુ રાખીશું અને આપણામાંથી કોઈને ફરીથી મહામારીનો સામનો ન કરવો પડે તેની ખાતરી કરવા માટે શક્ય તેટલું બધું કરીશું.”
સિએટલ સ્થિત બિલ એન્ડ મેલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશન એ વિશ્વનું સૌથી પ્રભાવશાળી ખાનગી ફાઉન્ડેશન છે, જેની પાસે લગભગ ૬૫ બિલિયન ડોલર એન્ડોમેન્ટ્‌સ છે. બિલ ગેટ્‌સ રોગચાળાને ઘટાડવાના પગલાંના મજબૂત સમર્થક છે, ખાસ કરીને ગરીબ દેશોમાં રસી અને દવાઓ પહોંચાડવાની બાબતમાં. ગેટ્‌સ ફાઉન્ડેશને ઑક્ટોબર ૨૦૨૧ માં કહ્યું હતું કે, તે ઓછી આવક ધરાવતા દેશોમાં દવા નિર્માતા મર્કની એન્ટિવાયરલ કોવિડ-૧૯ ગોળીના જેનરિક વર્ઝનનો વિસ્તાર કરવા માટે ૧૨૦ મિલિયન ડોલરનો ખર્ચ કરશે.

Related posts

૧પ મે પહેલા નવી પોલિસી નહીં અપનાવનાર યુઝર્સનું વોટ્‌સએપ થશે બંધ

editor

ટીકટોકના સીઈઓને લઇ ચીનીઓ જ કરી રહ્યા છે વિરોધ

editor

फ्रांस में गूगल और अमेजन पर लगा 16.3 करोड़ डॉलर का जुर्माना

editor

Leave a Comment

UA-96247877-1