Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોંગ્રેસની ચિંતન શિબિરમાં કિસાનોથી જાેડાયેલા મુદ્દા પર ચર્ચા થશે : ભુપેન્દ્રસિંહ હુડ્ડા

કોંગ્રેસ પાર્ટીની ત્રણ દિવસીય ઉદયપુર ચિંતિન શિબિરમાં કિસાનોને દેવામાંથી રાહત અને એમએસપી સંબંધી મુદ્દા પર મુસદ્દો તૈયાર કરી ચર્ચા કરવામાં આવશે.હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભુપેન્દ્રસિંહ હુડ્ડાએ કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી બનાવવામાં આવેલ કૃષિ કાનુનોની વિરૂધ્ધ કિસાનો કૃષિ કાનુનના વિરોધમાં એક વર્ષથી વધુ સમય સુધી દિલ્હીની આસપાસ બેસી રહ્યાં અને અંતે સરકારને કિસાનોની સામે ઝુકવું પડયું હુડ્ડાએ કહ્યું કે અમે તેમની મુલાકાત કરી અને દેવા રાહત,એમએસપીથી સંબંધિત મુદ્દા પર ચર્ચા કરી અમે તેના પર એક મુસદ્દો તૈયાર કરીશું અને તેને ઉદયપુર ચિંતન શિબિરમાં ઉઠાવીશું હુડ્ડાએ આ પહેલા એક બેઠક બોલાવી હતી જેમાં કૃષિ સંબંધી વિષય પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં બિન કોંગ્રેસી કિસાન નેતાઓને પણ સામેલ કરવામાં આવ્યા હતાં.
હુડ્ડાની અધ્યક્ષતામાં થયેલ આ બેઠકમાં અખિલેશ પ્રસાદ સિંહ,ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત,યુધ્ધવીરસિંહ અને અન્ય કિસાન નેતા હાજર રહ્યાં હતાં બેઠકમાં કિસાનોની સમસ્યાઓ રાખવામાં આવી હતી એમએસપી વિજળી બીલ દેવા માફી જેવા તમામ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
હકીકતમાં કોંગ્રેસ પાર્ટીએ ચિંતન શિબિરમાં કિસાનો અને કૃષિ સંબંધી મુદ્દા પર ચર્ચા કરવા માટે કમિટી બનાવાઇ છે આ કમિટીમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ હુડ્ડા,છત્તીસગઢના વરિષ્ઠ નેતા સીએસ દેવસિંહ દિલ્હી પ્રભારી શક્તિસિંહ ગોહિલ નાના પટોલે પ્રતાપસિંહ બાજવા અખિલેશ સિંહ અજય સિંહ લલ્લુ અરૂણા યાદવ અને ગીતા કોરને સામેલ કરવામાં આવ્યા હતાં હુડ્ડા કમિટીની અધ્યક્ષતા કરી રહ્યાં છે આ કમીટીઓને શિબિરમાં રાજનીતિક પ્રસ્તાવ પર વિશેષ પ્રિપોર્ટ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

Related posts

ભારત અંતરિક્ષ મહાશક્તિ તરીકે ઉભર્યું : લાઇવ સેટેલાઇટને તોડ્યું

aapnugujarat

मन की बात : कश्मीर के लोग विकास की मुख्य धारा से जुड़ने को बेताब

aapnugujarat

દેશમાં દર કલાકે આશરે ૩૯ રેપ થાય છે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1