Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં દર કલાકે આશરે ૩૯ રેપ થાય છે : રિપોર્ટ

ઉન્નાવ અને કઠુઆ ગેંગરેપ મામલામાં દેશના લોકોમાં નારાજગીનું મોજુ પ્રવર્તી રહ્યું છે ત્યારે દેશમાં મહિલાઓની સુરક્ષાની ચિંતાજનક બાબત હવે સપાટી ઉપર આવી છે. ૨૦૧૬માં મહિલાઓની સામે અપરાધના ૩.૩૮ લાખ મામલા નોંધવામાં આવ્યા હતા. આમાથી ૧૧.૫ ટકા મામલા બળાત્કારના હતા. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, દરેક કલાકમાં દેશમાં ૩૯ બળાત્કાર થઇ રહ્યા છે અને ચાર પૈકી એક આરોપીને જ સજા મળી શકી છે. સંરક્ષકો જ ભક્ષકો બની રહ્યા છે ત્યારે દેશમાં આજે પુત્રીઓ સુરક્ષિત દેખાઈ રહી નથી. આજે પણ નવા નવા બનાવ સપાટી પર આવી રહ્યા છે. ૩૦૦૦૦થી પણ વધારે બળાત્કારના કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. દરેક ચાર આરોપી પૈકી માત્ર એક જ સજા થઇ છે. આનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે, ૩૦ ટકાની આસપાસ જનપ્રતિનિધિઓ પોતે પણ ગુનેગારી રેકોર્ડ ધરાવે છે. ૧૫૮૧ વર્તમાન જનપ્રતિનિધિઓ ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે. ૫૧ પર મહિલાઓની સામે અપરાધના કેસો નોંધાયેલા છે. ચાર જનપ્રતિનિધિઓ ઉપર રેપના કેસ ચાલી રહ્યા છે. મહિલાઓ સામે અપરાધની વાત કરવામાં આવે તો ભાજપના ૧૪ની સામે, શિવસેનામાં ૭ની સામે અને ટીએમસીમાં ૬ની સામે કેસ ચાલી રહ્યા છે. અપરાધિક જન પ્રતિનિધિઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. સતત એક પછી એક વર્ષમાં આમા વધારો થઇ રહ્યો છે. ૨૦૦૪માં આ આંકડો ૨૪ ટકા હતા જે ૨૦૦૯માં વધીને ૩૦ ટકા થયો હતો. ૨૦૧૪માં વધીને ૩૪ ટકા થઇ ગયો છે. ૨૦૧૬માં મહિલાઓની સામે રેપની હોરર સ્ટોરી સપાટી ઉપર આવી છે. ૩૩૮૫૯૪ મામલા મહિલાઓની સામે અપરાધના કેસ તરીકે છે જે પૈકી ૩૮૯૪૭ બળાત્કારના કેસ છે. અથવા તો ૧૧.૫ ટકા કેસ બળાત્કારના છે. રાજસ્થાન ઉત્તરપ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં રેપના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થયો છે. ૨૦૦૭માં પ્રતિકલાક રેપના મામલાની સંખ્યા ૨૧ હતી જે હવે વધી ગઈ છે અને આ આંકડો હવે ૨૦૧૬માં ૩૯ ઉપર પહોંચ્યો હતો.

 

Related posts

Regional filmmaker Sansar Singh shot dead in UP’s Baghpat

aapnugujarat

शिवसेना का कश्मीर को लेकर भाजपा पार्टी पर निशाना

aapnugujarat

किसान के मुद्दे पर हमें १० मिनट भी नहीं बोलने दियाः राहुल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1