Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

દેશમાં વર્ષે ૮૧ લાખ નોકરીની જરૂરિયાત : વર્લ્ડ બેંક

વર્લ્ડબેંકે ભારતીય અર્થવ્યવસ્થાનું ગુલાબી ચિત્ર રજૂ કર્યું છે. જીડીપી અંદાજથી લઇને મોનસુન, મોંઘવારી, ભારતીય અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર છે. વર્લ્ડ બેંકે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતનો વિકાસદર ૭.૩ ટકા રહેવાનો અંદાજ મુક્યો છે. બીજી બાજુ વર્લ્ડ બેંક દ્વારા કેટલાક પડકારો પણ રજૂ કરવામાં આવ્યા છે. વર્લ્ડબેંકનું કહેવું છે કે, મધ્ય અવધિમાં ખાનગી મૂડીરોકાણની વાપસી આડે પડકારો રહેલા છે. દેશમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટમાં વધારો થવા આડે ઘણી તકલીફો છે. આમાં કંપનીઓ ઉપર વધતા જતા દેવા, રેગ્યુલેટરો અને નીતિગત પડકારોનો સમાવેશ થાય છે. વર્લ્ડ બેંકના કહેવા મુજબ અમેરિકામાં વ્યાજદર વધવાને લઇને પણ ભારતમાં ખાનગી મૂડીરોકાણના વલણ ઉપર નકારાત્મક અસર થઇ છે. વિશ્વ બેંકના કહેવા મુજબ ભારતને પોતાના રોજગારના દરને જાળવી રાખવા વાર્ષિક ૮૦ લાખ રોજગારીની તકો ઉભી કરવાની જરૂર હોય છે. દર મહિને ૧૩ લાખ નવા લોકો નોકરી કરવાની વયના દર મહિને પ્રવેશ કરી જાય છે. વિશ્વ બેંકનું કહેવું છે કે, દક્ષિણ એશિયન ક્ષેત્રમાં સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે પરંતુ હજુ પણ રોજગારીનું ચિત્ર ગુલાબી દેખાઈ રહ્યું નથી. દર વર્ષે ૮૧ લાખ નોકરીઓની જરૂરિયાત દેખાઈ રહી છે. ૨૦૨૫ સુધી દર મહિને ૧૮ લાખથી વધારે લોકો નોકરી કરવાની વયમાં પ્રવેશ કરશે. વિશ્વ બેંકના દક્ષિણ અશિયન ક્ષેત્રના પ્રમુખ અર્થશાસ્ત્રી માર્ટિન રામાનું કહેવું છે કે, સારા સમાચાર એ છે કે, આર્થિક વૃદ્ધિના લીધે નોકરીઓની એક પછી એક તકો સર્જાઈ રહી છે. ભારતને મૂડીરોકાણ અને નિકાસમાં વધારો કરવાની જરૂરિયાત દેખાઈ રહી છે. આ તમામ પાસાઓ ઉપર પ્રાથમિકતા મુજબ ધ્યાન આપવાની જરૂર છે.

Related posts

ભારતે પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી

aapnugujarat

કેસીઆર ખાઓ કમિશન રાવ બની ગયા છે : રાહુલ

aapnugujarat

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતમાં દવાઓની કિંમત ઉત્પાદન ખર્ચ કરતાં વધારે હોવાને લઇને ચિંતા વ્યક્ત કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1