Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતમાં દવાઓની કિંમત ઉત્પાદન ખર્ચ કરતાં વધારે હોવાને લઇને ચિંતા વ્યક્ત કરી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અનેક આવશ્યક દવાઓની કિંમત ઉત્પાદન ખર્ચ કરતાં ઘણી વધારે હોવાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કહેવા પ્રમાણે ભારતમા સૌથી ઓછી કિંમત ધરાવતી ૪૦ ટકા જરૂરી દવાઓ અંદાજીત ઉત્પાદન ખર્ચ કરતા ઘણા અંશે વધારે છે. આ દવા કંપનીઓ દ્ધારા કરવામાં આવતી વધુ પડતી નફાખોરીને ઉજાગર કરે છે.
આ સિવાય આવશ્યક દવાઓની કિંમતોને ઓછી કરવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવે છે. દવાઓની વધુ કિંમતોને કારણે કેન્સર, હેપેટાઇસિસ સી અને દુર્લભ બીમારીઓથી પીડિત લોકો સુધી દવાઓ પહોંચી નથી.આ સિવાય એચઆઇવી, મલેરિયાની જેવા રોગોની પેટન્ટ દવાઓ જે લાંબા સમયથી બજારમાં ઉપલબ્ધ છે તેની કિંમતો પર ઉત્પાદન ખર્ચ કરતા ઘણી વધારે છે. દવાઓની વધુ કિંમતો લોકોને ગરીબીમાં ધકેલે છે. ભારતમાં ૭૫% થી વધુ આરોગ્ય ખર્ચ ખિસ્સામાંથી આપવામાં આવે છે જેનો મુખ્ય ભાગ દવાઓ પર ખર્ચવામાં આવે છે.ભારત દુનિયામાં ઓછા કિંમતની જેનેરીક દવાઓનો સૌથી મોટો ઉત્પાદક દેશ હોવા છતાં દેશમાં દવાઓની કિંમતમાં ઘણો ફેરફાર છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતીય દવાઓની કિંમતો ડબલ્યૂએચઓના અંદાજ અનુસાર જેનેરિક દવાઓની કિંમતોથી અનેક મામલે ઘણી નીચી હતી. તે મોટાભાગે સરકારની ટેન્ડરની કિંમતો હતી જે બજારની કિંમતોની સરખામણીએ ઘણી ઓછી હોવાની સંભાવના છે જે ભારતમાં તે દવાઓની આવશ્યકતાથી વધુ અનુભવ કરે છે.આ સિવાય ભારતમાં વધુ કિંમત ધરાવતી દવાઓ ફક્ત ખાનગી બજારમાં મળી આવે છે જે સાર્વજનિક સુવિધાઓમાં ઉપલબ્ધતાનો અભાવ સૂચવે છે. ડબલ્યૂએચઓના દવાઓ અને સ્વાસ્થ્ય સંબંધી ઉત્પાદ મામલાની સહાયક મહાનિર્દેશક મેરિઅંજેલા સિમાઓએ દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં આયોજીત ડબલ્યૂએચઓ ફોરમ ઓન મેડિસિનમાં શનિવારે કહ્યું કે, આ વૈશ્વિક માનવાધિકારનો મુદ્દો છે.ગુણવતાપૂર્વક સ્વાસ્થ્ય સેવાઓ પર તમામનો અધિકાર છે. દવાઓની યોગ્ય કિંમતો અને દવાઓને તમામ સુધી પહોંચાડવા માટે આયોજીત ફોરમમાં સરકારો, નાગરિક સમાજ સંગઠનો અને દવાઓ ઉદ્યોગોને આ સંબંધમાં રણનીતિ પર ચર્ચા કરવા માટે તક આપવામાં આવી હતી.

Related posts

सोनभद्र कांड-प्रियंका की हिरासत के खिलाफ कांग्रेस सांसदों ने संसद परिसर में प्रदर्शन किया

aapnugujarat

रामविलास पासवान ने ली राज्यसभा की सदस्यता की शपथ

aapnugujarat

પેટ્રોલ-ડીઝલ ટૂંક સમયમાં જીએસટીના દાયરામાં આવતા સસ્તાં થશે : ધર્મેન્દ્ર પ્રધાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1