Aapnu Gujarat
રાષ્ટ્રીય

૭૨ કલાકમાં એરફોર્સ વિમાનોની ૫,૦૦૦ ઉડાણો

પશ્ચિમી સરહદ પર પાકિસ્તાનની સાથે એરકોમ્બેટ ઓપરેશન્સમાં વૃદ્ધિની વચ્ચે છેલ્લા ૭૨ કલાકમાં એકબાજુ ભારતના ફાઇટર જેટ્‌સે પાંચ હજાર ઉડાણ ભરી છે. બીજી બાજુ હવાઇ દળે ફાઇટર જેટ્‌સ વિમાનોને પૂર્વીય સરહદ પર મોકલી દેવાની શરૂઆત કરી દીધી છે. હવાઇ દળે ફરી એકવાર લડાખતી ચીન સરહદ પર અરૂણાચલ પ્રદેશમાં તાકાતમાં વધારો કરી દીધો છે. હકીકતમાં આ ગગનશક્તિ અભ્યાસના એક હિસ્સા તરીકે છે. અત્રે નોંધનીય છે કે ભારત બે બાજુથી વિદેશી સરહદ પર પોતાની સૈન્ય શક્તિમાં સંતુલન જાળવી રાખવાના પ્રયાસમાં છે. સરહદ પર સૌથી ખરાબ હાલત ટ્રુ ફ્રન્ટ વોરની સ્થિતીમાં થઇ શકે છે. એ વખતે સેનાને પશ્ચિમી અથવા તો પૂર્વીય સરહદ પર મોકલી દેવાની જરૂર હોય છે. છતાં ભારતીય હવાઇ દળની પૂર્ણ વોર મશીનરી હાલમાં પેન ઇન્ડિયા એક્સરસાઇંઝ ગગન શક્તિમાં મુકવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે તે વર્ષ ૧૯૮૬-૧૯૮૭ના ઓપરેશન બ્રાસસ્ટેક્સ અથવા તો ૨૦૦૧-૨૦૦૨મા ંઓપરેશન પરાક્રમ બાદ થયેલા સૌથી મોટા ઓપરેશન તરીકે છે. એ વખતે બારત સંસદ પર હુમલા બાદ પાકિસ્તાન સાથે યુદ્ધની તૈયારીમાં હતુ. પાકિસ્તાન અને ચીન સરહદ પર સંભવિત ખતરાને ધ્યાનમાં લઇને ઓછામાં ઓછા ૪૨ ફાઇટર સ્કવાડ્રોન્સની જરૂર રહે છે. પરંતુ હજુ સુધી કાફલામાં માત્ર ૩૧ હોવા છતાં હવાઇ દળ આને લઇને તમામ તૈયારી કરી રહી છે. સરહદ પર ૧૧૫૦ જવાનો, વિમાનો, હેલિકોપ્ટર અને ડ્રોનની સાથે સાથે સેંકડો એર ડિફેન્સ મિસાઇલ, રડાર, નજર રાખવા માટે અન્ય એકમો હાઇ વોલ્ટેજ અયાસ માટે તૈનાત કરવામાં આવી છે. આ કવાયત આર્મી અને નેવીની સક્રિય ભાગીદારીની સાથે કરવામાં આવી રહી છે. ભારતીય હવાઇ દળે જરૂર પડવાની સ્થિતીમાં ૮૩ સેવાક્ષમતાને હાંસલ કરવા માટે પણ વ્યવસ્થિત રીતે કામ કર્યુ છે. જ્યારે હિન્દુસ્તાન એયરોનોટિક્સ અને બેઝ રિપેર જેવી સંરક્ષણ જાહેર યુનિટોની સાથે સાથે શાંતિના સમયમાં ૫૫થી ૬૦ ટકા સુધી સેવાક્ષમતા હાંસલ કરવામાં આવી છે. લશ્કરી કવાયતના ભાગરૂપે જુદી જુદી ક્ષમતાને હાંસલ કરવા પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. લશ્કરી તાકાતમાં વધારો કરવા માટેની દિશામાં પણ આ એક પહેલ તરીકે છે. લશ્કરી કવાયતમાં મોટી સંખ્યામાં ટોપના અધિકારીઓ સામેલ થઇ રહ્યા છે. સાથે સાથે જવાનો તેમની કુશળતાનો પરિચય આપી રહ્યા છે.

Related posts

વડાપ્રધાન મોદી પહેલી ઓગસ્ટે પૂરગ્રસ્ત આસામની મુલાકાત લેશે

aapnugujarat

दिल्ली-NCR में देर रात भूकंप के झटके

editor

कांग्रेस और जेडीएस के बीच कोई विचारों को मतभेद नहीं : देवगौड़ा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1