Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

નાઈજીરિયામાં આઇએસઆઇએસનો કહેર,૨૦ ખ્રિસ્તીઓનું ગળું કાપીને હત્યા કરી

સમગ્ર આફ્રિકા ખંડ ઈસ્લામિક સ્ટેટના ખતરનાક આતંકવાદીઓનો ગઢ બની રહ્યો છે. મોઝામ્બિક, ઈથોપિયા, નાઈજીરીયા, નાઈજર, ઘાના સહિત ઘણા એવા દેશ છે જે આઈએસઆઈએસના આતંકથી પરેશાન છે. હવે આઈએસઆઈએસના આતંકવાદીઓએ નાઈજીરિયામાં તેમના આકાઓની હત્યાનો બદલો લેવા માટે ૨૦ ખ્રિસ્તીઓનું ગળું કાપીને હત્યા કરી છે. એટલું જ નહીં, આ ખતરનાક આતંકવાદીઓએ આ ઘટનાનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. આ વીડિયોમાં માસ્ક પહેરેલા આતંકવાદીઓ હાથમાં ચાકુ લઈને ખ્રિસ્તી બંધકોની સામે ઘૂંટણિયે પડેલા જાેવા મળે છે.
ડેઈલીમેઈલના અહેવાલ મુજબ, આઈએસઆઈએસના આ ખતરનાક આતંકવાદીઓએ નાઈજીરીયાના બોર્નો રાજ્યમાં આ ખ્રિસ્તીઓનું ગળું કાપીને ર્નિદયતાથી હત્યા કરી હતી. બોકો હરામ અને ઇસ્લામિક સ્ટેટ ઇન વેસ્ટ આફ્રિકા, આ રાજ્યમાં બે કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદી જૂથો મોટા પાયે અપહરણ, લૂંટ અને હત્યા કરી રહ્યા છે. વિડિયો ફૂટેજમાં આઈએસઆઈએસના એક જલ્લાદને હૌસા ભાષામાં કહેતા દર્શાવવામાં આવ્યા છે કે આ હત્યાઓ આ વર્ષની શરૂઆતમાં મધ્ય પૂર્વમાં આઈએસઆઈએસ નેતાઓના મૃત્યુની પ્રતિક્રિયા હતી.
નાઇજીરીયા આફ્રિકાનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાષ્ટ્ર છે બોકો હરામના ઇસ્લામિક ઉગ્રવાદી બળવાખોરો અને ઇસ્લામિક સ્ટેટ પશ્ચિમ આફ્રિકાના આતંકવાદીઓ સામે લડી રહ્યું છે. આ ઉગ્રવાદીઓ નાઈજીરીયામાં શરિયા કાયદાની સ્થાપના અને પશ્ચિમી શિક્ષણને રોકવાની માંગ કરી રહ્યા છે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ મુજબ, નાઈજીરીયામાં આતંકવાદી હિંસામાં ૩૫,૦૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે.

Related posts

હવે કોરોના સાથે જીવતા શીખી લો : WHO

editor

सऊदी में महिलाओं के साथ गुलामों जैसा ही बर्ताव जारी : मनल अल-शरीफ

aapnugujarat

યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે અમેરિકાએ સૈન્ય મોકલવાનો ઇનકાર કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1