Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

હવે કોરોના સાથે જીવતા શીખી લો : WHO

વિશ્વ સ્વાસ્થય સંગઠનએ ચેતવણી આપી કે હાલ કોરોના વાયરસની વેક્સીન બનવામાં સમય લાગવાનો છે. ત્યાં સુધી દુનિયાએ તેની સાથે જીવતા શીખી લેવું જોઇએ. ડબલ્યુએચઓના પ્રમુખ ટેડ્રૉસ અડહૉનમ ગીબ્રીએસુસએ કહ્યું કે દુનિયાએ કોરોના વાયરસ સાથએ જીવતા શીખવું પડશે. ડબલ્યુએચઓ કહ્યું કે જો યુવાનો તેમ સમજી રહ્યા છે કે તેમના આ વાયરસથી કોઇ નથી કે ઓછો ખતરો છે તો તેમને કહી દઉં કે યુવાનોને ન ખાલી સંક્રમણ પણ મોત થવાની પણ સંભાવના બનેલી છે. અને આ દ્વારા તે અનેક નબળા વર્ગો સુધી તેને ફેલાવાનું કામ પણ કરે છે.
માટે સારું તે જ રહેશે કે આપણે વાયરસ સાથે રહેવાનું શીખી લઇએ અને આપણે પોતાના અને બીજાના જીવનની સુરક્ષા કરતા રહીએ. જીવન જીવવા માટે જરૂરી સાવતેચી અપનાવવાની જરૂર છે. સાથે જ તેમણે અનેક દેશોમાં ફરી જાહેર કરેલા પ્રતિબંધોની પણ પ્રશંસા કરી છે. ટેડ્રોસે સાઉદી અરબે લગાવવામાં આવેલા પ્રતિબંધોની વાત કરતા સાઉદી સરકારના કામના વખાણ કર્યા અને કહ્યું કે આ રીતના કડક પગલા લઇને સરકાર સારું ઉદાહરણ રજૂ કરી રહી છે. આજના સમયમાં બદલતી હકીકતની સાથે તાલમેળ બનાવવા શું કરવું તે વિચારવું જોઇએ.
વધુમાં તેમણે કહ્યું કે અનેક દેશોના યુવાનો માને છે કે તે યુવાન છે માટે તેમને બહુ બહુ તો સામાન્ય સંક્રમણ થઇ શકે છે અમે પહેલા પણ ચેતવણી આપી છે અને હજી પણ કહીએ છીએ કે યુવાનો પણ કોરોનાથી અછૂત નહીં રહી શકે. તેમને પણ એટલું જ જોખમ છે. અને તે મરી પણ શકે છે.
સાથે જ ટેડ્રોર્સે કહ્યું કે દુનિયાભરના લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેસિંગ રાખવાના નિયમોનું કડક પણે પાલન કરવું જોઇએ. ડબલ્યુએચઓએ અમેરિકા, બ્રાઝિલ, ભારત, સાઉથ આફ્રિકા અને કોલંબિયામાં કથળતી સ્થિતિ મામલે ચિંતા વ્યક્ત કરી.
તેમણે કહ્યું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલી વેક્સીન કેટલી કારગર થશે કે નહીં તે વાત આવતા વર્ષ પહેલા નહીં ખબર પડે.

Related posts

દક્ષિણ કોરિયા પીઓકેમાં રોકાણ નહીં કરે

aapnugujarat

કેનેડામાં ૨૪ વર્ષીય ભારતીય સ્ટુડન્ટની હત્યા

aapnugujarat

Would like to meet Kim Jong Un this weekend at demilitarized zone : Trump

aapnugujarat

Leave a Comment

UA-96247877-1