Aapnu Gujarat
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત રદ કરી

મહારાષ્ટ્ર સરકાર તરફથી આપવામાં આવેલા મરાઠા અનામતને સુપ્રીમ કોર્ટે રદ કર્યું છે. પાંચ જજની બેંચે અનામત અંગે સુનાવણી કરતાં કહ્યું કે, આની સીમા ૫૦ ટકાથી વધુ વધારી શકાય નહીં.
સાથે જ કોર્ટે ૧૯૯૨ના ઇન્દિરા સાહની કેસમાં આપવામાં આવેલા નિર્ણયની સમીક્ષા કરવાનો પણ ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતને રદ કરતાં કહ્યું કે, આ ૫૦ ટકાની સીમાનું ઉલ્લંઘન કરે છે. આ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે. કોર્ટે ૨૦૧૮ના રાજ્ય સરકારના કાયદાને પણ રદ કર્યો છે.મહારાષ્ટ્ર સરકારે ૫૦ ટકાની સીમાની બહાર જઇને મરાઠા સમુદાયને નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર તરફથી ૨૦૧૮માં લેવામાં આવેલા આ નિર્ણય વિરુદ્ધ ઘણી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઇ હતી. જે અંગે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે.
નિર્ણય સંભળાવતાં જસ્ટિસ ભૂષણે કહ્યું કે, તેમને ઇન્દિરા સહાની કેસ પર પુનર્વિચારણા કરવાનું કોઈ કારણ સમજાતું નથી. કોર્ટે મરાઠા અનામત પર સુનાવણી કરકતાં કહ્યું કે, રાજ્ય સરકારો તરફથી રિઝર્વેશનની ૫૦ ટકાની લિમિટને તોડી શકાય નહીં.
જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી બેંચે કેસની સુનાવણી કરતાં કહ્યું કે, મરાઠા અનામત આપનારો કાયદો ૫૦ ટકાની સીમાને તોડે છે અને તે સમાનતા વિરુદ્ધ છે. ઉપરાંત કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકાર તે જણાવવામાં નિષ્ફળ રહી છે કે કેવી રીતે મરાઠા સમુદાય સામાજિક અને આર્થિક રીતે પછાત છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૯૨માં ૯ જજની બેંચે અનામતની ૫૦ ટકા મર્યાદા નક્કી કરી હતી.

Related posts

मेगा ब्लॉक के कारण बड़ी संख्या में गाड़ियां होगी प्रभावित

aapnugujarat

માલ્યા સાથે ગાંધી પરિવારનાં સંબંધ મુદ્દે રાહુલ જવાબ આપે

aapnugujarat

એન્ટિગુઆ સરકારે મેહુલ ચોકસીની ધરપકડ માટે ઇન્કાર કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1