Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં રસીકરણ મામલે નથી કોઈ વ્યવસ્થા

અમદાવાદના ખોખરા અર્બન હેલ્થ સેન્ટરમાં હોબાળો થયો હતો. અર્બન હેલ્થ સેન્ટર સાથે સંકળાયેલા સ્ટાફે ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કરતા નાગરિકો હોબાળો કર્યો હતો.અધિકારીઓને પુછ્યા સિવાય રસી આપવાની સુચનાને લઇ લોકોમાં રોષ ફેલાયો હતો.૧૮ વર્ષથી ૪૪ વર્ષના લોકોને રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે લોકોને ટોકન આપીને રસી માટે બોલાવતા લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઇ ગયા હતા.સુરતમાં કોવિશિલ્ડ રસીનો સ્ટોક ખૂટી પડયો છે. છેલ્લા બે દિવસથી તમામ ઝોન પર વેક્સિનેશનની કામગીરી ઠપ થઈ ગઇ છે. લોકો વહેલી સવારથી સેન્ટરો પર દોટ મૂકે છે. જો કે લોકોને વીલા મોઢે પરત ફરવાનો વારો આવે છે.સિનિયર સિટીઝનો પર પરેશાન થઇ રહ્યાં છે. સુરતના પનાસ ગામે વેક્સિન સેન્ટરો પર છેલ્લા કેટલાય દિવસોથી લોકોનો મોટો ધસારો જોવા મળી રહ્યો હતો. જો કે આવતીકાલે સુરતમાં કોવિશીલ્ડ વેક્સિનેશનની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. તેવું પાલિકા તરફથી કહેવામાં આવ્યું હતુ.હાલ વેક્સિનેશન પૂર જોશમાં ચાલી રહ્યું છે.૧૮થી ૪૫ વર્ષ અને ૪૫થી મોટી વયના લોકોને રસી આપવામાં આવી રહી છે.ત્યારે ઘણા લોકો વેક્સિન લેવી કે નહીં તેને લઈને મુંઝવણ અનુભવી રહ્યાં છે, ત્યારે ભરુચ કોવિડ સ્મશાનના આંકડા સ્પષ્ટ કરે છે કે ભારતીય વેક્સીન અસરદાર છે, ભરૂચ કોવીડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીના જણાવ્યા અનુસાર. મૃત્યુ પામેલા ૮૭૭ મૃતકોમાં માત્ર ૧૦ લોકો એવા હતા જેમણે બે વેક્સીન લીધી હતી. જો ટકાવારી જોવામાં આવે તો આ આંકડો ૯૮.૮૬ ટકા જેટલો થાય છે.એટલે એમ કહી શકાય કે મૃતકો પૈકી માત્ર ૧.૧૪ લોકોએ પોતાના વેક્સિનના બે ડોઝ પુરા કર્યા હતા. વેક્સિનના બે ડોઝ લીધા બાદ બે સપ્તાહ કે તેથી વધુ સમય પસાર થયા બાદ વ્યક્તિને કોરોના સંક્રમણ લાગ્યાના કિસ્સા છે પરંતુ તે ગંભીર સ્તરે પહોંચ્યા હોવાનું નહિવત છે,તેથી કહીશકાય કે વેક્સિન મૃત્યુનું જોખમ ઘટાડી નાખે છે, તેથી કોઈ પણ ડર વિના દરેક વેક્સિન લઈ સુરક્ષિત થવું જોઈએ.જામનગરમાં વેક્સિનનો જથ્થો પુરતો ન હોવાથી અનેક વેક્સિન કેન્દ્ર બંધ કરવામાં આવ્યા હતા. તો ટેસ્ટ માટેની કીટ પણ પુરતી નહીં હોવાથી લોકોને ધરમ ધકકા ખાવાનો વારો આવ્યો હતો. જામનગરમાં કોરોના કેસ વધતા જઈ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જામનગરમાં ૭૦૦ વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. કોરોના સામે લડાઈ માટે લોકોને વેક્સિન તેમજ ટેસ્ટ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી. જેથી લોકોનો વેક્સિન માટે ધસારો જોવા મળ્યો હતો.રાજકોટમાં વેક્સિનેશન માટે લાંબી કતારો લાગી હતી. યુવકો અને ૪૫ વર્ષથી વધુ વયના લોકો પણ લાઈનમાં જોવા મળ્યા હતા. ૪૫ વર્ષના લોકો માટે કેન્દ્ર સરકારે ૨૪ હજાર ડોઝ મોકલ્યા છે.રાજકોટમાં વેક્સિનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે.૧૮ થી ૪૪ વર્ષના લોકો માટે પણ વેક્સિન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છેપલોકો કોરોનાથી બચવા માટે કોરોના વેક્સિન લેવી જરૂરી સમજી રહ્યાં છે.અમરેલીમાં જિલ્લામાં વેક્સીનનો જથ્થો ખૂટતા લોકો સહિત તંત્રએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોત.અમરેલીમા રાજુલા, જાફરાબાદ, પીપાવાવ સહિતના વિસ્તારમાં રસીનો જથ્થો ખૂટી જતા લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો,રાજુલા રસી કરણ સેન્ટરમાં પોસ્ટર મૂકી વેક્સીન બંધ હોવાનું જણાવવામાં આવ્યું હતુંપજ્યારે વેક્સીનના જથ્થો ખૂટી જવા અંગે આરોગ્ય અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું કે સમગ્ર જિલ્લામાં નહી આખા રાજ્યમાં વેક્સીનનો જથ્થો મર્યાદીત સંખ્યામાં છે,કોરોના કપરા કાળમાં લોકોને વેક્સીન લેવા ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

Related posts

अहमदाबाद हीरा मार्केट भी मंदी से पस्त

aapnugujarat

बापू को श्रद्धांजलि देकर मीरा कुमार ने शुरु किया प्रचार

aapnugujarat

ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં અમદાવાદ પોલીસ એલર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1