Aapnu Gujarat
રાષ્ટ્રીય

વડાપ્રધાને સરકારને સાત વર્ષ પૂર્ણ થતા મન કી બાત થકી દેશવાસીઓને સંબોધ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના માસિક રેડિયો કાર્યક્રમમાં ‘મન કી બાત’માં પોતાના મંતવ્ય રાખી રહ્યા છે. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે, યાસ વાવાઝોડાના કારણે માર્યા ગયેલા લોકોના પરિવારોના પ્રત્યે હું મારી સંવેદના પ્રકટ કરું છું. તેમણે કહ્યું કે, લોકોએ મજબૂતીથી આ સંકટની લડાઈ લડી છે. પીએમ મોદીએ વાતચીતમાં એનડીએ સરકારના ૭ વર્ષ પૂર્ણ થવાને લઇને પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે, મને લોકોએ પત્ર લખ્યો કે હું ‘મન કી બાત’માં અમારી સરકારના ૭ વર્ષ પૂર્ણ થવા પર પણ ચર્ચા કરું. તેમણે કહ્યું કે, આ ૭ વર્ષોમાં જે પણ ઉપલબ્ધિઓ મેળવવામાં આવી છે, એ દેશની ઉપલબ્ધિઓ છે.
તેમણે કહ્યું કે, ભારત હવે ષડયંત્રોનો જડબાતોડ જવાબ આપે છે. પીએમ મોદીએ કહ્યું કે, અનેક એવા કામો થયા છે જેનાથી કોરોડો લોકોને ખુશી થઈ છે. હું આ કરોડો લોકોની ખુશીઓમાં સામેલ રહ્યો છું. પીએમ મોદીએ કહ્યું કે, દેશને આગળ વધારવામાં દરેક નાગરિકે એક-એક પગલું આગળ વધાર્યું છે. તેમણે કહ્યું કે, પૂર્વોત્તરથી લઇને કાશ્મીર સુધી અનેક મુદ્દાઓ શાંતિથી ઉકેલ્યા છે. હવે અહીં વિકાસની અનેક ધારા વહી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, આવું એ માટે સંભવ થઈ શક્યું છે કે, કેમકે આપણે આ દરમિયાન દેશ તરીકે કાર્ય કર્યું છે, જે કામ દાયકાઓમાં ના થઈ શક્યું એ ૭ વર્ષોમાં થઈ ગયું.
પીએમ મોદીએ ૭ વર્ષ પૂર્ણ થવા પર પોતાના સંબોધનમાં કહ્યું કે, “આ ૭ વર્ષોમાં ભારતે ડિઝિટલ લેવડ-દેવડમાં દુનિયાને નવી દિશા ચિંધવાનું કામ કર્યું છે. આજે કોઈ પણ જગ્યાએ જેટલી સરળતાથી ડિઝિટલ પેમેન્ટ થાય છે, તે કોરોનાના આ સમયમાં પણ ઘણું ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આજે સ્વચ્છતા પ્રત્યે દેશવાસીઓની ગંભીરતા અને સતર્કતા વધી રહી છે. આપણે રેકોર્ડ સેટેલાઇટ પણ લોન્ચ કરી રહ્યા છીએ અને રેકોર્ડ રસ્તાઓ પણ બનાવી રહ્યા છીએ. આ ૭ વર્ષોમાં જ દેશના અનેક જૂના વિવાદો સંપૂર્ણ શાંતિ અને સૌહાર્દથી ઉકેલવામાં આવ્યા છે. પૂર્વોત્તરથી લઇને કાશ્મીર સુધી શાંતિ અને વિકાસનો એક નવો ભરોસો જાગ્યો છે.”
પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે, સંકટની આ ક્ષણોમાં ડૉક્ટરો-નર્સોએ પોતાની ચિંતા છોડીને લોકોની મદદ કરી છે. પીએમ મોદીએ આ દરમિયાન ઑક્સિજન ટેન્કરના સપ્લાયમાં લાગેલી જળ, થળ અને વાયુ સેનાની પ્રશંસા કરી. પીએમ મોદીએ કહ્યું કે સેનાના જવાનો જે કરી રહ્યા છે તે રૂટીન કામ નથી. આ મુશ્કેલી ૧૦૦ વર્ષ બાદ આવી છે. હું તેમને સલામ કરું છું. પીએમ મોદીએ પોતાના કાર્યક્રમમાં જાૈનપુરના દિનેશ ઉપાધ્યાય સાથે વાત કરી. દિનેશ ઉપાધ્યાય ઑક્સિજન ટેન્કર ચલાવે છે. સંકટકાળમાં લોકોની મદદ કરી રહેલા દિનેશ ઉપાધ્યાયએ પોતાના અનુભવ પીએમ મોદી સાથે શેર કર્યા. પીએમ મોદીએ કહ્યું કે, આ લડાઈ આપણે જીતીશું, કેમકે દિનેશ ઉપાધ્યાય જેવા લાખો લોકો આ લડાઈમાં લાગ્યા છે.

Related posts

देवघर कोषागार अवैध निकासी मामला: लालू यादव की जमानत याचिका पर कल होगी सुनवाई

aapnugujarat

Jayalalithaa’s relatives summoned by Madras HC over property case

aapnugujarat

ममता के भतीजे अभिषेक ने कहा- कम हो गई राम की टीआरपी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1