Aapnu Gujarat
National

રાજ્યની તમામ બોર્ડરો પર આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત

રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર પણ હરકતમાં આવી ગયુ છે. રાજસ્થાન, મહારાષ્ટ્રની ગુજરાત બોર્ડરો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. આવતીકાલથી બોર્ડરથી પસાર થતા લોકોનો આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાયો છે.
રાજસ્થાનથી ગુજરાત આવતા મુસાફરોને ટેસ્ટ બાદ જ ગુજરાતમાં એન્ટ્રી અપાશે. ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, બનાસકાંઠાની ચાર બોર્ડર પર ફરજિયાત ટેસ્ટ કર્યા બાદ એન્ટ્રી અપાશે. જે વ્યક્તિઓએ આરટી-પીસીઆર ટેસ્ટ કરાયેલ ન હોય તેવા લોકોને એન્ટ્રી આપવામાં આવશે નહીં.
વલસાડની ભીલાડ ચેકપોસ્ટ અને નર્મદાની સાગબારા તાલુકાની ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. મહારાષ્ટ્રથી આવતા લોકોનું સધન ચેકિંગ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. ૭૨ કલાક અગાઉનો આરટી–પીસીઆર ટેસ્ટ નેગેટિવ હોય તો જ તેમને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ નિર્ણય બાદથી ચેકપોસ્ટ પર ટેસ્ટિંગ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે.

Related posts

પહેલા આતંકી બોમ્બ રાખતા હતા આજે પોલીસ પાસે રખાવાય છે : રાજ ઠાકરે

editor

૨૦૨૨થી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ

editor

બીજેપી નેતાનો કારમાંથી સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો

editor

Leave a Comment

UA-96247877-1