Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર ટેક્સી ચાલકો પાસે પાર્કિંગ ચાર્જ લેવામાં આવશે

કોરોના કાળમાં હવે અમદાવાદ એરપોર્ટ પર ટેક્સી ચાલકોની મુશ્કેલી વધી ગઈ છે. ૧ એપ્રિલ થી હવે અમદાવાદ એરપોર્ટ પર ટેક્સી ચાલકો પાસે પાર્કિંગ ચાર્જ ઉઘરાવવામાં આવશે. અમદાવાદ એરપોર્ટના ખાનગીકરણ બાદ ટેક્સી ચાલકોને મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે. આપને જણાવી દઈએ કે ફરી એકવાર બે મહિનામાં પાર્કિંગ ચાર્જમાં વધારો કરાયો છે. ૫ મિનિટના સમય બાદ ટેક્સી ચાલકોને ૧૫૦ રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે.
પહેલી એપ્રિલથી નવા ભાવ અમલી બનશે જેમાં ૩૦ મિનિટ સુધી બસ પાર્ક કરવાના કરવાના ૫૦૦ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. બે કલાક સુધી પાર્ક કરવા માટે ૮૦૦ રૂપિયા અને ૨૪ કલાક પાર્ક કરવા માટે ૩ હજાર રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. મિની બસ માટે ૩૦ મિનિટના ૩૦૦ રૂપિયા, બે કલાકના ૫૦૦ રૂપિયા અને ૨૪ કલાક પાર્ક કરવા માટે ૧,૮૭૫ જેટલો ચાર્જ ચૂકવવો પડશે. પ્રાઇવેટ કારના ૩૦ મિનિટ માટે ૯૦ રૂપિયા, બે કલાકના ૧૫૦ રૂપિયા અને ૨૪ કલાક પાર્ક કરવા માટે ૧૯૦ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.
કાર્ગો માટે આવતા વાહનો માટે પણ પાર્કિંગના નવા ભાવ અમલી બનશે. ચાર કલાક ઓટો પાર્કિંગ કરવામાં માટે ૧૫૦ રૂપિયા અને ૨૪ કલાક માટે ૧સ૧૫૦ રૂપિયા ચૂકવવા પડ શે. ટ્રક ચાર કલાક પાર્ક કરવા માટે ૨૦૦ રૂપિયા અને ૨૪ કલાક પાર્ક કરવા માટે ૧,૨૦૦ ચૂકવવા પડશે. ટુ-વ્હીલર પાર્ક કરવા માટે ૪ કલાકના ૧૦૦ રૂપિયા જ્યારે ૨૪ કલાક પાર્ક કરવા માટે ૬૦૦ રૂપિયા ચાર્જ લેવામાં આવશે.

Related posts

૧૪૨ કરોડના ખર્ચે સોલા સિવિલને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કરાશે તબદીલ નીતિન પટેલની જાહેરાત

aapnugujarat

शाहआलम से खोडियारनगर तक दस बड़े गड्ढे होने पर तुरंत रिपेरिंग करने विपक्ष की द्वारा मांग

aapnugujarat

સુરતમાં ભગવાન બુદ્ધની પ્રિન્ટ ધરાવતી ૧૨૦૦ સાડીઓ જપ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1