Aapnu Gujarat
National

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ૩ પોલીસ અધિકારીઓ ડિસ્ચાર્જ

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. આ એન્કાઉન્ટર કેસમાં તરૂણ બારોટ, જી.એલ. સિંઘલ અને અનાજુ ચૌધરીને સીબીઆઈ કોર્ટે ડિસ્ચાર્જ કર્યાં છે. સાથે જ કોર્ટે અવલોકનમાં ટાંક્યું કે, તમામ અધિકારીઓએ પોતાના ફરજના ભાગરૂપે કાર્યવાહી કરી હતી. ઈશરત જહા લશ્કેર તૈયબાની આતંકી હતી, તે ગ્રૂપમાંથી આવતી હતી તે નકારી ન શકાય. તેથી જ તમામ અધિકારીઓએ ફરજ બજાવી હતી.
ગુજરાતના બહુચર્ચિત ઈશરત જહા એન્કાઉન્ટર કેસમાં આ પહેલા સીબીઆઈ કોર્ટે એન.કે.અમીન અને ડીજી વણઝારાને મુક્ત કર્યા હતા. આગામી દિવસોમાં હવે આ તમામ મુક્ત અધિકારીઓ સામે કોઈ પણ કેસ ચાલશે નહિ. આજના ચુકાદા બાદ ત્રણેય અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. લાંબી લડત બાદ તમામ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
મુંબઈના મુબ્રાની ૧૯ વર્ષીય ઈશરત જહા, જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લૈ, અમજદ અલી અકબર અને જીશાન જૈાહરને ૧૫ જુન, ૨૦૦૪નું અમદાવાદમાં એન્કાઉન્ટર કરાયું હતું. ગુજરાત પોલીસે દાવો કર્યો હતો કે, આ ચારેય લોકો આતંકવાદી સંબંધિત હતા, અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવાના ષડયંત્રથી ગુજરાતમાં આવ્યા હતા. સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો, અને એસઆઈટી દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી.

Related posts

કપરા સમયમાં સરકાર સતત રાજ્યોનો સહયોગ કરી રહી છે : પવાર

editor

કેરળમાં લેફ્ટ-કોંગ્રેસ પર પીએમ મોદીના પ્રહાર

editor

સંપૂર્ણ લોકડાઉન જરૂરી: રાહુલ ગાંધી

editor

Leave a Comment

UA-96247877-1