Aapnu Gujarat
National

કપરા સમયમાં સરકાર સતત રાજ્યોનો સહયોગ કરી રહી છે : પવાર

કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે અનેક મુદ્દે વારંવાર ટકરાવની સ્થિતિ છે. તાજેતરમાં કોરોના વેક્સીનને લઈને બંને દેશો વચ્ચે ટકાર વધી રહ્યો છે. બીજી બાજુ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને પોલીસ અધિકારી સચિવ વઝેના લેટર બોમ્બથી મહારાષ્ટ્રની અઘાડી સરકાર પર સંકટ તોળાઈ રહ્યું છે.
મહારષ્ટ્રના સ્વાથ્ય મંત્રી રાજેશ ટોપેએ આરોપ લગાવ્યા છે કે, ઉત્તર પ્રદેશને ૪૮ લાખ, મધ્ય પ્રદેશને ૪૦ લાખ, ગુજરાતને ૩૦ લાખ તો પછી મહારાષ્ટ્રને કેમ માત્ર ૧૭ કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે? ટકરાવની સ્થિતિ વચ્ચે એનસીપી અધ્યક્ષ શરદ પવારે કેન્દ્રની મોદી સરકારની ભારોભાર પ્રશંસા કરતા ફરી એકવાર રાજકીય ગણીત ગણાવવાના શરૂ થઈ ગયા છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે, મહામારીના આ કપરા સમયમાં કેન્દ્ર સરકાર સતત રાજ્ય સરકારનો સહયોગ કરી રહી છે. આપણે બધાએ એકજૂથ થઈને આ જોખમ સામે લડવું પડશે. રાજ્ય અને કેન્દ્ર બંનેએ સાથે આવવું પડશે અને મહામારી સામે લડવાની રીત શોધવી પડશે.’
આ અગાઉ શિવસેના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર મહારાષ્ટ્ર સરકારને નીચું દેખાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્રને નીચું દેખાડવા અને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. હર્ષવર્ધન પાસેથી આવી આશા નહોતી. મહારાષ્ટ્ર એક મોટું રાજ્ય છે અને સૌથી વધુ પ્રેશર છે. એક બીજા પર ટિપ્પણી ન કરીને એક સાથે મળીને ચાલવું જોઈએ. સંજય રાઉતે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્ર સરકારને અસ્થિર કરવાની કોશિશ પહેલા દિવસથી થઈ રહી છે. પરંતુ આ કોશિશ સફળ થશે નહીં.

Related posts

સરકાર રેલ્વે મંત્રાલયની આ કંપનીને વેચી શકે છે, પ્રક્રિયા આ મહિનાથી શરૂ થશે

aapnugujarat

મહારાષ્ટ્રમાં હાઇ લેવલ ટ્રાન્સફર-પોસ્ટિંગનું રેકેટ,મારી પાસે પુરાવા : ફડણવીસ

editor

કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય

editor

Leave a Comment

UA-96247877-1