Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ન્યૂઝીલેન્ડમા ભારતથી આવતાં લોકોની એન્ટ્રી પર રોક

હાલમાં ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વધતા કોરોના દર્દીઓની સંખ્યાએ પ્રશાસનની ચિંતા વધારી દીધી છે. વળી, ન્યૂઝીલેન્ડે ભારતની સ્થિતિને જોતા પોતાને ત્યાં ભારતીયોના આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ન્યૂઝીલેન્ડના પીએમ જેસિન્ડા અર્ડર્ને ભારતીય પર્યટકોને પોતાને ત્યાં આવવા પર ૧૧ એપ્રિલથી ૨૮ એપ્રિલ સુધી માટે અસ્થાયી રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. આ વિશે તેમના તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે.
ન્યૂઝીલેન્ડમાં કુલ કોરોનાના ૨૫૦૭ કેસ જ સામે આવ્યા છે કે જે બાકીના દેશોની સરખામણીમાં ઘણા ઓછા છે. જ્યારે ભારતની સ્થિતિ વિકટ છે જેના કારણે ન્યૂઝીલેન્ડે ભારતથી આવનારા લોકો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના અત્યાર સુધી ૧,૧૫,૭૩૬ નવા કેસ સામે આવ્યા છે જે બાદ સંક્રમિતોની કુલ સંખ્યા ૧,૨૮,૦૧,૭૮૫ થઈ ગઈ છે. વળી, ૨૪ કલાકની અંદર કોરોના ૬૩૦ લોકોએ દમ તોડ્યો છે ત્યારબાદ મોતનો આંકડો ૧,૬૬,૧૭૭ સુધી પહોંચી ગયો છે.
વળી, દેશમાં અત્યાર સુધી ૮,૭૦,૭૭,૪૭૪ લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી ચૂકી છે. દેશમાં કોરોનાથી ૧.૩ ટકા મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશમાં કોરોનાના ઝડપથી વધતા કેસો માટે ચિંતા વ્યક્ત કરીને કહ્યુ છે કે રાજ્યોએ કોરોના ટેસ્ટ વધારવાની જરૂર છે. કોરોના આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં આગલા ચાર સપ્તાહ ઘણા મહત્વના રહેવાના છે.
કોરોનાની વિકટ પરિસ્થિતિ પર પીએમ મોદી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક હાઈ લેવલ મીટિંગ કરવાના છે. આ મીટિંગ આજે સાંજે ૬.૩૦ વાગે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થશે. તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા પણ પીએમે રિવ્યુ મીટિંગ કરી હતી. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યુ છે કે ભારતમાં અત્યાર સુધી ૯ કરોડ લોકને કોરોના વેક્સીનનો ડોઝ લગાવવામાં આવી ચૂક્યો છે

Related posts

જાપાનમાં 155 ધરતીકંપ : નવા વર્ષના પ્રથમ દિવસે જ 20ના મોત

aapnugujarat

ચીન માલદીવમાં લશ્કરી બેઝ સ્થાપશે

aapnugujarat

दुनिया में कोरोना संक्रमितों की संख्या 7.26 करोड़ के पार, 16 लाख से अधिक की मौत

editor

Leave a Comment

UA-96247877-1