Aapnu Gujarat
ગુજરાત

સ્થાનિક ચૂંટણીઓમાં હારને લઈ મંથન કરવા પ્રભારી રાજીવ સાતવ ગુજરાત આવ્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસની ભૂંડી હાર થઈ હતી. છ મહાનગરપાલિકા ગુમાવી દીધા બાદ તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ ઉપર પણ કોંગ્રેસનાં સુપડા સાફ થઈ ગયા હતા. તેવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી હાર પર મનોમંથન કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાત આવ્યા છે. અને આ મામલે રિપોર્ટ બનાવીને હાઈ કમાન્ડને સોંપશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતમાં આવી પહોંચ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર મુદ્દે નિવેદન આપતાં રાજીવ સાતવે કહ્યું કે, તમામ જિલ્લામાં ખરાબ પરફોર્મન્સ થયું છે. અને હવે બૂથથી પ્રદેશ સુધીમાં ફેરફાર કરવામાં આવશે તેવું પણ સાતવે જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, પ્રમુખ- વિપક્ષી નેતા બદલવાથી પરફોર્મન્સ સુધરશે નહીં.
આ ઉપરાંત પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે, એઆઇસીસી પણ ગુજરાતના પરિણામોથી ચિંતિત છે. અને હાર અંગે ચર્ચા કરવા માટે શહેર – જિલ્લા પ્રમુખો અને નિરીક્ષકો સાથે રાજીવ સાતવ બેઠક કરશે. અને બેઠક બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી કારમી હારનો એક રિપોર્ટ બનાવશે. અને હારનાં કારણો દર્શાવતો રિપોર્ટ રાજીવ સાતવ હાઈકમાન્ડને સોંપશે. આ ઉપરાંત સાતવે કહ્યું કે, કોંગ્રેસે જમીન પર ઉતરી પર્ફોર્મન્સ સુધાવરવું પડશે.

Related posts

અમદાવાદમાં રસ્તા રીસરફેસ કરવાનું બજેટ ૧૫૦ કરોડ

aapnugujarat

દાહોદના ધાનપુરમાં ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકરો સામસામે આવી ગયાં

aapnugujarat

फायरस्टेशन असुरक्षित पांचकूवा फायर स्टेशन की पेराफीट टूटी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1