Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદીજી બાંગ્લાદેશ માટે સત્યાગ્રહ કર્યો તો અમને ગાળો કેમ આપી રહ્યા છે ? : ઓવૈસી

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશના પ્રવાસ પર મમતા બેનરજીએ વાંધો ઉઠાવ્યો હતો, એવામાં એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ વડાપ્રધાન મોદી પર નિશાનો સાધ્યો છે. બાંગ્લાદેશના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીના ભાષણને ટારગેટ કરતાં ઓવૈસીએ કહ્યુ, બાંગ્લાદેશમાં પીએમ મોદીએ કાલે કહ્યુ હતું કે તેમણે બાંગ્લાદેશની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો. જો તમે બાંગ્લાદેશ માટે સત્યાગ્રહ કર્યો તો બાંગ્લાદેશીઓેને મુર્શિદાબાદ કેમ બોલાવી રહ્યા છો. તમે અમને ગાળો કેમ આપી રહ્યા છે?
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, બીજપીએ દેશમાં નફરત ફેલાવી દીધી છે, જ્યારે મુસ્લિમ નામવાળુ બાળક પાણી પીવા મંદિર જાય તો તેની પિટાઇ થઇ જાય છે. મુસલમાનોને જેહાદી અને આદિવાસીઓેને નક્સલ કહેવામાં આવી રહ્યા છે અને ધર્મનિરપેક્ષ વિચારકોને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યા છે.
આ પહેલા ખડગપુરની એક ચૂંટણી સભામાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું, જ્યારે બંગાળમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન મોદી એક સમુદાયના મત લેવા માટે બાંગ્લાદેશ ગયા છે. બંગાળની સીએમે કહ્યું કે, અહીં ચૂંટણી ચાલી રહી છે અને તે બાંગ્લાદેશ જઇ ભાષણ આપી રહ્યા છે. જે ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. તેમણે વડાપ્રધાન મોદીના બાંગ્લાદેશના પ્રવાસને વોટ માર્કેટિંગ ગણાવ્યો હતો.

Related posts

રાષ્ટ્રપતિ ચૂંટણી : કેજરીવાલને સાથે રાખવા કોઇ ઇચ્છુક નથી

aapnugujarat

મમતા બેનર્જીની પગ નીચેની જમીન સરકી ગઈ છે : મોદી

aapnugujarat

भारतीय नौसेना ने ढूंढ निकाला मालदीव का लापता जहाज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1