Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ ચૂંટણી : કેજરીવાલને સાથે રાખવા કોઇ ઇચ્છુક નથી

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પોતપોતાની તૈયારીમાં લાગી ગયા છે. મુખ્યરીતે બે વર્ગ સક્રિય થયા છે જેમાં એકબાજુ શાસક એનડીએ ગઠબંધન છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં મોટાભાગની વિપક્ષી પાર્ટીઓ છે. અલબત્ત દિલ્હીની સત્તા ઉપર રહેલા આમ આદમી પાર્ટીના લોકો આ બંને વર્ગમાં નથી. કોંગ્રેસે એવી ખાતરી કરી છે કે, ભાજપની સામે એકમત થયેલા સંયુક્ત વિપક્ષમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી કરવામાં ન આવે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પોતે વિપક્ષી છાવણીમાં આવવા ઇચ્છુક છે. કેજરીવાલે તૃણમુલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જી, સીપીએમના નેતા સીતારામ યેચુરી અને જેડીયુના નેતા શરદ યાદવને મળીને હાલમાં જ વિપક્ષી છાવણીમાં આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. વિપક્ષના નેતાઓને મળ્યા બાદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓએ કહ્યું હતું કે, તેઓ વિપક્ષી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નક્કી કરવા અને ખેડૂતોના મુદ્દા ઉપર એકમત થવા વિપક્ષનો સાથ આપવા માટે તૈયાર છે. સુત્રોના કહેવા મુજબ કોંગ્રેસ, એનસીપી અને અન્ય કેટલીક મોટી પાર્ટીઓ આનો વિરોધ કરી રહી છે. કોંગ્રેસ આ મત ઉપર મક્કમ છે કે, આમ આદમી પાર્ટીએ પોતાના સંઘર્ષના દિવસોમાં મોટાભાગના નેતાઓ સામે પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ માને છ ેકે, આમ આદમી પાર્ટી પોતે હવે ભાજપથી બચવાના પ્રયાસમાં છે. આમ આદમી પાર્ટીની એવી દલીલ છે કે, તૃણમુલ, સીપીએસ, કોંગ્રેસ, સપા અને બસપા જેવા વિરોધ પક્ષ એકસાથે આવી શકે છે તો તેમની પાર્ટી કેમ ન આવી શકે. કોંગ્રેસે ઇચ્છા વ્યક્ત કરી છે કે, આમ આદમી પાર્ટીમાં વ્યાપક ખેંચતાણ હોવાથી તેના સમાવેશથી પાર્ટીની સ્થિતિ ખરાબ થઇ શકે છે. કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ તરીકે ગણે છે. આમ આદમી પાર્ટીના નેતાઓ હાલમાં લાઇફલાઈન લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. કેટલાક વિપક્ષી નેતાઓ માને છે કે, આમ આદમી પાર્ટી કોઇપણ શરત વગર વિપક્ષી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ટેકો આપી શકે છે. આ ઉપરાંત ખેડૂતોના મુદ્દા ઉપર પ્રદર્શન કરીને ભાજપની સામે પોતાના વલણને સ્પષ્ટ કરી શકે છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવ્યા બાદ વિપક્ષી નેતાઓ એકમત થયેલા છે. કેટલાક નેતાઓ માને છે કે, ભાજપના પગલાની રાહ જોવાની જરૂર છે. બીજી બાજુ ભાજપ અને સંઘના લોકો એવી વ્યક્તિને રાષ્ટ્રપતિ બનાવવા ઇચ્છુક છે જે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની વિચારધારા સાથે જોડાયેલી રહે. અમિત શાહ તરફથી બનાવવામાં આવેલી ત્રણ સભ્યોની સમિતિએ જુદા જુદા નામના નેતાઓ ઉપર વાતચીત કરી છે. મોદીની અમેરિકા યાત્રા પહેલા ૨૩મી જૂનના દિવસે એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત થઇ શકે છે.

Related posts

સેન્સેક્સમાં ૨૬ અંકનો ઘટાડો

aapnugujarat

મંદસોરમાં કિસાનો વિફર્યા, ટોલ પ્લાઝામાં તોડફોડ, રૂ. ૧૦ લાખની લૂંટ

aapnugujarat

સાત જુદા જુદા પરિબળોની સીધી અસર શેરબજાર પર થવાના સંકેત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1