Aapnu Gujarat
રાષ્ટ્રીય

૧ એપ્રિલથી શરતોને આધીન અમરનાથના શ્રદ્ધાળુઓ થશે રજિસ્ટ્રેશન

બાબા અમરનાથના ભક્તો માટે આનંદના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. દર્શન માટે રજિસ્ટ્રેશન ૧ એપ્રિલથી શરૂ કરવામાં આવશે જો કે આ માટે કેટલાક નિયમોનું પાલન કરવું અનિવાર્ય રહેશે.શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (એસએએસબી)ના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) નીતીશ્વર કુમારે જણાવ્યું, બંને માર્ગો માટે રજિસ્ટ્રેશન સમગ્ર દેશમાં ૪૪૬ નિર્દિષ્ટ બેંક શાખાઓના માધ્યમથી ૧ એપ્રિલથી શરુ થશે, જેમાં પંજાબ નેશનલ બેંક (૩૧૬), જમ્મુ કાશ્મીર બેંક (૯૦) અને યસ બેંક (૪૦)ની શાખા સામેલ છે. તેઓએ કહ્યું, રજિસ્ટ્રેશન માટે પ્રક્રિયા વિશેનું વિવરણ અરજી પત્ર અને બેંકની શાખાઓની રાજ્ય મુજબની યાદી સરનામા સાથે બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ છે,આ ગુફા મંદિર ૩,૮૮૦ મીટરની ઊંચાઈ પર સ્થિત છે, જેના માટે ૫૬ દિવસીય યાત્રા પહલગામ અને બાલટાલ માર્ગોથી ૨૮ જૂને શરૂ થશે અને ૨૨ ઓગસ્ટે સમાપ્ત થશે. આ મહિનાની શરૂઆતમાં આયોજિત એક બેઠકમાં અધિકારીઓએ કહ્યું હતું કે તમામ કોવિડ-૧૯ પ્રોટોકોલ લાગુ છે અને સરકાર દ્વારા જાહેર માપદંડોનું સંચાલન પ્રક્રિયામાં પાલન કરવામાં આવશે.
શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (એસએએસબી)ના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) નીતીશ્વર કુમારે જણાવ્યું, બંને માર્ગો માટે રજિસ્ટ્રેશન સમગ્ર દેશમાં ૪૪૬ નિર્દિષ્ટ બેંક શાખાઓના માધ્યમથી ૧ એપ્રિલથી શરુ થશે, જેમાં પંજાબ નેશનલ બેંક (૩૧૬), જમ્મુ કાશ્મીર બેંક (૯૦) અને યસ બેંક (૪૦)ની શાખા સામેલ છે. તેઓએ કહ્યું કે રજિસ્રેે શન માટે પ્રક્રિયા વિશેનું વિવરણ અરજી પત્ર અને બેંકની શાખાઓની રાજ્ય મુજબની યાદી સરનામા સાથે બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સીઇઓએ કહ્યું કે રાજ્ય સરકારો કે કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસકો દ્વારા અધિકૃત ડૉક્ટરો કે ચિકિત્સા સંસ્થાનો દ્વારા આપવામાં આવતા મેડિકલ સર્ટીફિકેટ જ રજિસ્ટ્રર્ડ બેંક શાખાઓમાં સ્વીકારવામાં આવશે.
આ યાત્રા માટે મેડિકલ સર્ટીફિકેટ અનિવાર્ય છે કારણ કે ગુફા ખૂબ જ ઊંચાઈ પર સ્થિત છે અને યાત્રા કઠીન છે. કુમારે કહ્યું, યાત્રા-૨૦૨૧ માટે ૧૫ માર્ચ બાદ આપવામાં આવેલા મેડિકલ સર્ટીફીકેટ જ માન્ય ગણાશે. રજિસ્ટ્રેશન કરાવવા માટે જે પગલાઓનું પાલન કરવાનું રહેશે, તેના વિશે જાણકારી બોર્ડની વેબસાઇટ પર આપવામાં આવી છે. તેઓએ કહ્યું કે, તેમાં આધાર શિબીરો સુધી પહોંચવાની પ્રાસંગિક જાણકારી, રજિસ્ટ્રેશન માટે ચાર્જ, ટટ્ટુ, પાલખી અને પોર્ટર્સના ચાર્જ પણ સામેલ છે. કુમારે કહ્યું કે ૧૩ વર્ષથી ઓછી ઉંમરના કે ૭૫ વર્ષથી વધુ ઉંમરના લોકો અને ૬ સપ્તાહથી વધુ ગર્ભવતી મહિલાઓને આ વર્ષની યાત્રા માટે કોવિડ-૧૯ માપદંડો મુજબ રજિસ્ટ્રેશન નહીં કરાવી શકાય. તેઓએ કહ્યું કે યાત્રા માટે સપ્તાહના પ્રત્યેક દિવસ અને માર્ગો માટે પરમિટ અલગ-અલગ હશે.

Related posts

बिहार में बाढ़ का कहर : अब तक १२७ लोगों की मौत हुई

aapnugujarat

કોંગ્રેસનું વિસર્જન, ગાંધીજીની ઇચ્છા પૂર્ણ થશે : યોગી આદિત્યનાથ

aapnugujarat

૪૧ કલાકની મુસાફરી કરીને ભારત આવી શકું તેમ નથી : મેહુલ ચોક્સી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1