Aapnu Gujarat
મનોરંજન

ફિલ્મ ‘સૂર્યપુત્ર મહાવીર કર્ણ’માં રણવીર સિંહ કરશે લીડ રોલ

બોલિવૂડના સુપરસ્ટારની રેસમાં આવી ગયેલા રણવીર સિંહની ફિલ્મ ઘણા સમયથી આવી નથી. કોરોના મહામારીના કારણે ફિલ્મ જગતમાં શૂટિંગ અટક્યા છે, થિયેટરો ઘણા સમયથી બંધ રહ્યા છે. આવી સ્થિતિમાં ચાહકો લાંબા સમયથી તેમની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં રણવીરની આગામી ફિલ્મ ૮૩ની રિલીઝ ડેટની જાહેરત થઈ હતી. આ ફિલ્મ આગામી ૪ જૂને થિયેટરમાં ધૂમ મચાવશે. આ ફિલ્મને હિન્દી સાથે તમિલ, તેલગુ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ કરવમાં આવશે. ત્યારે હવે રણવીર મહાવીર કર્ણની ભૂમિકામાં પણ નજર આવે તેવી અટકળો છે.
વાસુ ભગનાનીના પ્રોડક્શન હાઉસમાં બનનારી ફિલ્મ સૂર્યપુત્ર મહાવીર કર્ણમાં રણવીર સિંહ લીડ રોલમાં જોવા મળી શકે છે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે આ અંગે અંગે વિગતો મળી નથી. પરંતુ આ ફિલ્મમાં રણવીર સિંહે કર્ણનો રોલ ભજવવા માટે હા પાડી દીધી છે.
પૂજા એન્ટરટેઈનમેન્ટને રણવીર સિંહને આ ફિલ્મ માટે પરફેક્ટ લાગી રહ્યો છે. રણવીર આ રોલમાં ફિટ છે. નિર્માતાઓએ આ ભૂમિકા વિશે રણવીરને વાત કરતા તે પણ તૈયાર થઈ ગયો છે. અલબત્ત રણવીર સિંહ અને નિર્માતાઓ વચ્ચે હજી અંતિમ વાતચીત થઈ નથી. પરંતુ ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવાઈ જશે.
આ ફિલ્મની ઘોષણા ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૧ના ??રોજ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં કયો અભિનેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, તે જાણવા દર્શકો ઉત્સુક છે. આ ફિલ્મને કુલ પાંચ ભાષાઓમાં રજૂ કરવામાં આવશે.

Related posts

राजकुमार व श्रद्धा कपूर की फिल्म का नाम स्त्री

aapnugujarat

बाटला हाउस: ‘ओ साकी’ के नए वर्जन से खुश नहीं हैं कोइना मित्रा

aapnugujarat

આમ્રપાલી ફિલ્મની રિમેક પર કામો શરૂ કરી દેવાયા : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1