Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર મનપા ચૂંટણી : ૪૪ બેઠકો માટે ૪૦૦થી વધુ દાવેદારો

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ૧૧ વોર્ડ પર ૪૪ બેઠક માટે આગામી ૧૮મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ વોર્ડના નિરિક્ષકોની હાજરીમાં ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત ગાંધીનગરની કોર્પોરેશન ની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે ટિકિટ વાંચ્છુઓનો શંભુ મેળો ભરાયો હતો.જેમાં દરેક વોર્ડમાંથી ૪૦ થી વધુ બાયોડેટા આવતા ૪૦૦ થી વધુ દાવેદારોનો રાફ્ડો ફાટ્યો હતો.
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીઓ જાહેર કરાતા જ ગાંધીનગર વાહ ભાજપ અને કોંગ્રેસમાં ચૂંટણી માટે રાજકારણ ગરમાયું છે. કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે બંને પક્ષમાં ટિકિટ વાંચ્છુઓની મોટી ભીડ જામી છે. આ વખતની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે ટિકિટ વાંચ્છુઓ પોત પોતાના ગોડફાધરના શરણે દોડી ગયા છે. આજે ભાજપના નિરીક્ષકોએ ઉમેદવાર પસંદગી માટે સેન્સ લેવા ગાંધીનગરમાં ધામા નાખ્યા હતા. અને ગાંધીનગરના અગિયાર વોર્ડમાં કાર્યકરોને સાંભળીને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ભાજપ પક્ષે ટિકિટ લેવા માટે નવા મુરતિયાઓની સંખ્યામાં તોતિંગ વધારો જોવા મળ્યો હતો નવા સીમાંકનને નવા વિસ્તારો માંથી ટિકિટ લેવા માટે રાફડો ફાટ્યો હતો જેમાં વોર્ડ નંબર એકમાં નિરીક્ષક તરીકે પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા ઋષિકેશ પટેલ મીનાબેન પ્રજાપતિ દ્વારા ગાંધીનગર સેક્ટર ૨૧ કમલમ ખાતે સેન્સ લેવામાં આવી હતી. ત્યારે વોર્ડ નંબર ચાર પાંચ અને છ માં પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ પ્રદેશ મંત્રી પંકજભાઈ ચૌધરી પ્રદેશ કારોબારી સભ્ય દર્શનાબેન વાઘેલા દ્વારા મેયરનાં સેક્ટર ૧૯ મા આવેલાં બંગલામા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એ જ રીતે વોર્ડ નંબર સાત આઠ નવ ની પ્રદેશપ્રમુખ ગોરધન ઝડફિયા પૂર્વ પ્રદેશ મંત્રી અમિત ઠાકર પૂર્વ મેયર બીજલ પટેલ દ્વારા સેક્ટર ૧૨ માં ડેપ્યુટી મેયર નાજાભાઇ ના ઘરે સેન્સ લેવાઈ હતી ઉપરાંત વોર્ડ નંબર ૧૦ ૧૧ માટે પ્રદેશ મહામંત્રી રજની પટેલ પ્રદેશ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ તથા પ્રદેશપ્રમુખ કૌશલ્યા બેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

भरुच कांग्रेस के प्रमुख कौशिक पटेल भाजपा में शामिल हो गए

editor

ગુજરાતના ૨૦૩ જળાશયો પૈકી ૩૮ હાઈએલર્ટ ઉપર

aapnugujarat

વિરાટનગર જંકશન પર સ્પ્લિટ ઓવરબ્રિજ, નરોડા જીઆઇડીસી ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનાવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1