Aapnu Gujarat
National

તમામ બેન્કોનું ખાનગીકરણ નહીં થાય : સીતારમણનો ખુલાસો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇ હતી. કેબિનેટની આ બેઠકમાં એક નવી નેશનલ બેન્કને બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટને ફંટ આપવાનું કામ કરશે. આ બેન્કને ‘વિકાસ નાણા સંસ્થાન’ નામ આપવામાં આવ્યું છે.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી કે સરકારે બજેટમાં આવી બેન્ક બનાવાની ઘોષણા કરી હતી. જેને હવે કેબિનેટે પણ મંજૂરી આપી દીધી છે.
નાણા મંત્રી અનુસાર, નાણાકીય વિકાસ સંસ્થા દેશમાં મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ફંડ આપવાનું કામ કરશે. સરકાર અનુસાર નવી સંસ્થાને બિલકુલ શૂન્યથી શરૂ કરવામાં આવશે. હાલમાં એક બોર્ડનું ગઠન કરવામાં આવશે. જે આગળના નિર્ણયો લેશે. જોકે સરકાર તરફથી ૨૦ હજાર કરોડ રૂપિયાનું શરૂઆતનું ફંડ આપવામાં આવશે.
પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપવામાં આવી કે આ બેન્ક દ્વારા બોન્ડ જાહેર કરી તેમા રોકાણ કરવામાં આવશે. આગામી કેટલાક વર્ષોમાં ૩ લાખ કરોડ રૂપિયા એકઠા કરવાની આશા છે, તેમા રોકાણ કરનારાઓને ટેક્સમાં પણ રાહત મળશે. જેમાં મોટા સૉવરેન ફંડ, પેંશન ફંડ રોકાણ કરી શકે છે.
પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપવામાં આવી કે કોઇ પણ જૂની બેન્ક આ પ્રકારના મોટા પ્રોજેક્ટમાં ફંડિંગ કરવા માટે તૈયાર ન હતી. લગભગ ૬૦૦૦ ગ્રીન-બ્રાઉન ફીલ્ડ પ્રોજેક્ટ એવા છે. જેમા ફંડિંગની જરૂર છે. આ કારણ છે કે, આ પ્રકારની સંસ્થાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર અનુસાર બેન્કના બોર્ડ મેમ્બરમાં ક્ષેત્રના લોકોને સ્થાન આપવામા આવશે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, તમામ બન્કોનું ખાનગીકરણ કરવામાં નહીં આવે, અમે ઇચ્છીએ છીએ કે દેશમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવી બેન્કો બને. વિકાસ નાણાકિય સંસ્થાને આ આશા સાથે જ બનાવવામાં આવી છે. જે માર્કેટની ઉમ્મીદોને પૂર્ણ કરે. જે બેન્કોની ખાનગીકરણ થઇ રહ્યું છે તેમના કર્મચારીઓના અધિકાર અને ભવિષ્યનું ધ્યાન રાખવામાં આવશે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે ખાનગીકરણના મામલે રાહુલ ગાંધીના આરોપનો પણ જવાપ આપ્યો, નિર્મલાએ કહ્યું કે તેમની દાદીએ ભલે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હોય પરંતુ કોંગ્રેસે માત્ર ભ્રષ્ટાચારનું રાષ્ટ્રીયકરણ કર્યું છે. રાહુલ ગાંધીનું કામ માત્ર ને માત્ર આરોપો લગાવાનું છે.

Related posts

સંપૂર્ણ લોકડાઉન જરૂરી: રાહુલ ગાંધી

editor

કોરોનાના રેકોર્ડ ૨૪ કલાકમાં નવા ૨૬,૨૯૧ કેસ નોંધાયા

editor

બાળકોને વેક્સીનેશન માટે મંજુરી

editor

Leave a Comment

UA-96247877-1