Aapnu Gujarat
Uncategorized

ડ્રગ્સ કેસ : રિયા ચક્રવર્તીની જામીન અરજી ટળી

સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલ તથા જામીન પર છૂટેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તી વિરુદ્ધ દાખલ કરવામાં અરજીની સુનાવણી ૨૨ માર્ચ સુધી ટાળી દીધી છે. એનસીબીએ એક્ટ્રેસના જામીન રદ કરવાની માગ કરતી અરજી ગયા અઠવાડિયે સુપ્રીમમાં દાખલ કરી હતી. કોર્ટે કહ્યું, અરજીને યોગ્ય રીતે દાખલ કરવામાં આવી નથી. એનસીબીએ તેમાં સુધારા કરવાની જરૂર છે. સુનાવમી દરમિયાન ત્રણ જજોની બેંચની અધ્યક્ષતા કરતાં જસ્ટિસ એસ એ બોબડેએ કહ્યું હતું કે એનસીબીએ જામીનને સીધી રીતે પડકારવાને બદલે હાઈકોર્ટ તરફથી કહેતી અન્ય વાતોને પડકારી છે.
બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ સારંગ કોતવાલની બેંચે ૫૦ હજારના બોન્ડ પર રિયા ચક્રવર્તી, સુશાંતના કુક દીપેશ સાંવત તથા હોમ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાને જામીન આપ્યા હતા.
સુનાવણી દરમિયાન એનસીબી તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું, ’અમને ખબર છે કે સુપ્રીમ કોર્ટ જામીન કેન્સલ કરવા અંગે કોઈ વિચાર કરશે નહીં. આથી અમે આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો નહોતો, પરંતુ અમારી સમસ્યા હાઈકોર્ટ તરફથી કહેવાયેલી અન્ય વાતો પર હતી. હાઈકોર્ટે આરોપીને જામીન આપતા સમયે જે તર્ક આપ્યા હતા, તેને કારણે દ્ગડ્ઢઁજી એક્ટ સાથે જોડાયેલા તમામ કેસ પર અસર પડશે.’
એનસીબીએ કોર્ટમાં ૧૨ હજાર પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે. કોર્ટના સૂત્રોના મતે, એનસીબીએ ૩૩ લોકોની વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી છે. આ તમામ સુશાંતને સીધી રીતે ડ્રગ્સ આપતા હતા અને પ્રોક્યોરમેન્ટની સાથે સાથે ઈલિસિટ ફાયાનાન્સિંગ સાથે જોડાયેલા છે.
૩૩ લોકોમાં રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, ડ્રગ પેડલર કરમજીત, આઝમ, અનુજ કેસવાણી, ડુએન ફર્નાન્ડિઝ તથા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ પણ સામેલ છે. અર્જુનની ગર્લફ્રેન્ડના ભાઈના ઘરમાંથી ચરસ મળી આવ્યું હતું. આ વાતનો ઉલ્લેખ ચાર્જશીટમાં છે.
રિયા ચક્રવર્તી તથા શોવિક પર એનડીપીએસ એક્ટ હેઠળ સેક્શન ૨૭એ તથા ૨૯ હેઠળ ચાર્જિસ લગાવવામાં આવ્યા છે. તેનો અર્થ એ છે કે તેમની પર ડ્રગ્સના પ્રોક્યોરમેન્ટ, ઈલિસિટ ફાયનાન્સિંગ તથા ટ્રેફિકિંગના ચાર્જિસ છે.

Related posts

જુનાગઢ પોલીસે દિવાળી વૃદ્ધો તથા જરૂરિયાતમંદો સાથે ઉજવી

editor

અમદાવાદમાં જળયાત્રા પ્રોટોકોલ મુજબ નીકળશે : ગૃહમંત્રી જાડેજા

editor

ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો તા. ૧૩ નાં રોજ કાજલી ખાતે યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1