Aapnu Gujarat
Uncategorized

જુનાગઢ પોલીસે દિવાળી વૃદ્ધો તથા જરૂરિયાતમંદો સાથે ઉજવી

જુનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જુનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. તાજેતરમાં દિવાળીનો તહેવાર હોય જુનાગઢ પોલીસ દ્વારા જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એમ.ડી.બારીયા તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, પી.એસ.આઇ. એ.કે.પરમાર, હે.કો. અલતાફભાઈ, જીવાભાઈ, પરેશભાઈ, કલ્પેશભાઈ, પૃથ્વીસિંહ, અજયસિંહ, ભગતસિંહ, વિગેરે સ્ટાફના માણસો ભવનાથ ખાતે આવેલ આપણું ઘર નામનું વૃદ્ધાશ્રમ કે જ્યાં કુલ ૨૫ વૃદ્ધો રહે છે, તેઓની સાથે દિવાળીની ઉજવણી કરી તેઓને ભોજન કરાવી અને સાથે બેસી વાતો કરી, ભોજન પણ કરી, અનોખી સેવા પૂરી પાડેલ છે. હાલના સંજોગોમાં વૃદ્ધો સાથે કોઈ વાત કરવા કે બેસવા તૈયાર નથી, એવા આધુનિક યુગના સમયમાં જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ પોલીસ દ્વારા ભવનાથ ખાતે આવેલ આપણું ઘર નામનું વૃદ્ધાશ્રમમાં વસતા વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે દિવાળીની ઉજવણી કરી, તેઓને જુનાગઢ પોલીસ દ્વારા જમવાનું જાતે પીરસી, જાતે જ જમાડવા સહિતની કામગીરી કરી, સહિષ્ણુતા બતાવી અને અતિ વૃદ્ધાશ્રમના વૃદ્ધો પ્રત્યે સહાનુભૂતિનો અહેસાસ કરાવી, સંવેદનશીલતાનો અનુભવ કરાવેલ છે. ભવનાથ ખાતે આવેલ આપણું ઘર નામનું વૃદ્ધાશ્રમ ખાતે રહેતા વૃદ્ધાશ્રમના વૃદ્ધો તથા સંચાલકો જુનાગઢ પોલીસની સેવાકીય તથા સંવેદનશીલ ભાવનાથી ભાવવિભોર થઇ ગયેલ હતા. જુનાગઢ ખાતે યુવાન પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા તથા પીઆઇ આર.બી.સોલંકીને દિવાળીના બંદોબસ્ત પેટ્રોલિંગ દરમિયાન વૃદ્ધાશ્રમના વૃદ્ધોને દિવાળીની ઉજવણી કરાવવાનો વિચાર આવ્યો અને જુનાગઢ પોલીસ દ્વારા તેનો અમલ કરી, દિવાળીના બંદોબસ્ત પેટ્રોલિંગ દરમિયાન વૃદ્ધાશ્રમના વૃદ્ધોને તહેવારની ઉજવણી કરાવી, તહેવારને સાર્થક કર્યાની ભાવના વ્યક્ત કરેલ હતી. આ ઉપરાંત, બી ડિવિઝન વિસ્તારના ચોબારી રોડ ઉપર ઝાંઝરડા ખાતે રહેતા શ્રમિક વર્ગના જરૂરિયાતમંદ લોકોને પણ રાત્રિનું ભોજન કરાવી, દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવેલ હતી. જુનાગઢ પોલીસની તહેવારોના સમયમાં સાહિષ્ણુતાભરી કામગીરીથી ચોબારી રોડ ઉપર વસતા મજૂરોના બાળકો અને વૃદ્ધો સહિતના અબાલ વૃદ્ધો ભાવ વિભોર થયા હતા અને તમામે જુનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ જુનાગઢ પોલીસ દ્વારા દિવાળી વૃદ્ધો તથા જરૂરિયાતમંદો સાથે ઉજવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સુત્રને સાર્થક કરેલ છે.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

સુબ્રમણ્મમ સ્વામીએ ઇન્દિરા જ નહી વાજપેયીને પણ હેરાન કરી નાંખ્યા હતા….

aapnugujarat

રાજકોટમાં બે બોગસ ડોક્ટર ઝડપાયા

editor

સુરેન્દ્રનગરમાં ગંદકીનું સામ્રાજ્ય

editor

Leave a Comment

UA-96247877-1