Aapnu Gujarat
National

કોરોનાના રેકોર્ડ ૨૪ કલાકમાં નવા ૨૬,૨૯૧ કેસ નોંધાયા

દેશમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. આજે દેશમાં એક દિવસમાં રેકોર્ડ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે દેશમાં એક દિવસમાં રેકોર્ડ કેસ નોંધાયા છે. દેશમાં ગત ૨૪ કલાકમાં ૨૬,૨૯૧ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આ મહામારીના કારણે ૧૧૮ લોકોના મોત થયા છે. ગઈકારે ૨૫,૩૨૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં ૨ કરોડ ૯૯ લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી ચુકી છે.
આરોગ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે, આજે દેશમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧,૧૩,૮૫,૩૩૯ પહોંચી ગઈ છે, તેમાંથી ૧,૫૮,૭૨૫ લોકોના મોત થયાં છે. દેશમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા વધીને ૨,૧૯,૨૬૨ થઈ છે જ્યારે કુલ સ્વસ્થ થાનારા દર્દીઓનો આંકડો ૧,૧૦,૦૭,૩૫૨ થયો છે. ગઈકાલે ૧૭,૪૫૫ દર્દીઓ સ્વસ્થ થયાં, દેશમાં અત્યાર સુધીમાં કુલ ૨,૯૯,૦૮,૦૩૮ લોકો વેક્સિન લઈ ચુક્યાં છે.
અઈસીએમઆરના જણાવ્યું અનુસાર, દેશમાં કાલ સુધીમાં કોરોના માટે કુલ ૨૨,૭૪,૦૭,૪૧૩ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યાં છે. જેમાંથી ૦૭,૦૩,૭૭૨ સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધારે કોરોના પ્રભાવિત રાજ્ય બન્યું છે પરંતુ તેની સાથે-સાથે હવે મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. એ સિવાય દેશમાં ગુજરાત, પંજાબ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાનમાં પણ કેસો વધી રહ્યાં છે. તેને જોતા કેન્દ્ર સરકારે એ રાજ્યોમાં પણ સતર્કતા રાખવા જણાવ્યું છે જ્યાં સ્થિતિ કંટ્રોલમાં છે. નીતી આયોગના સભ્ય વીકે પોલે પણ આ અઠવાડિયે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક છે કારણ કે ત્યાં અનેક શહેરોમાં સખ્ત લોકડાઉન લાગૂ કરવું પડી રહ્યું છે.

Related posts

महिला सुरक्षा को लेकर सीएम योगी का नया ऐलान

aapnugujarat

આસામને બાદ કરતા ચારેય રાજ્યોમાં ભાજપ હારશે : શરદ પવાર

editor

“આયરન લેડી” કે આર ગૌરી અમ્માનુ નિધન

editor

Leave a Comment

UA-96247877-1