Aapnu Gujarat
National

મોદી સરકારે બંગાળને કોરોના રસી નથી આપી : મમતા

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચારમાં ભાજપ અને મમતા બેનરજીની પાર્ટી ટીએમસી વચ્ચે આરપારનો જંગ છે.આજે ફરી એક વખત મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર ચોંકાવનારો આરોપ મુક્યો હતો.
મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, બંગાળને કેન્દ્ર સરકાર કોરોના વેક્સીન પૂરી પાડી રહી નથી. ઉલ્લેખનીય છે કે, આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે પીએમ મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે અને તેમાં મમતા બેનરજી ગેરહાજર છે.
મમતા બેનરજીએ ચૂંટણી સભામાં કહ્યુ હતુ કે, ભાજપ સૌથી મોટો દગાબાજ પક્ષ છે.જે દેશને બરબાદ કરી રહ્યો છે.મેં કેન્દ્ર સરકાર પાસે કોરોનાની રસી માંગી હતી પણ રસી આપવામાં આવી નથી .એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે અને બીજી તરફ સરકાર અમને મફત વેક્સીન પણ આપી રહી નથી.
તેમણે કહ્યુ હતુ કે, અમે લાંબા સમયથી કહી રહ્યા છે કે તમામને મફત રસી આપવામાં આવશે, પીએમ મોદીએ બિહારની જનતાને મફત રસી આપવાનો વાયદો કર્યો હતો.શું ત્યાંના લોકોને આ રસી મળી છે ખરી ?
મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, ભાજપના નેતાઓ દલિતોની ઘરે જમવા માટે જાય છે અને ત્યાં હોટલનુ ભોજન મંગાવીને ખાય છે.આ ગરીબોનુ અપમાન છે.ભાજપને અહીંની મહિલાઓ પાઠ ભણાવશે.પીએમ મોદી બંગાળી સ્ક્રિપ્ટ વાંચી જાય છે અને બંગાળી બોલવાનો પ્રયત્ન કરે છે.

Related posts

રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું બદલાયું નામ

editor

તમિલનાડુમાં કેમ્પેઇન વીડિયોમાં કાર્તિ ચિદંમ્બરની પત્નીનો ફોટો મૂક્યો

editor

PM મોદીએ કિસાન સન્માન નિધિનો નવમો હપ્તો જાહેર કર્યો

editor

Leave a Comment

UA-96247877-1