Aapnu Gujarat
National

દેશમાં ત્રીજા પક્ષને ઉભો કરવાની જરૂર : પવાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કોંગ્રેસ પાર્ટીને હાંસિયામાં રાખીને ત્રીજો ફ્રન્ટ બનાવવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે અલ્ટરનેટિવ પ્રોગ્રેસીવ મંચ ઊભું થાય તેના માટે વિચાર કરવાની જરૂર છે. પવારે કહ્યું કે સીતારામ યેચુરીએ કહ્યું કે તેના પર વિચાર કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આ મુદ્દે કોઈ સાથી પ્રસ્તાવ મૂકશે તો તેના પર ધ્યાન આપવામાં આવશે.
તેમણે કહ્યું કે કેટલાક રાજ્યો જેવા કે પશ્ચિમ બંગાળમાં આજે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા રાજ્ય પર થઈ રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને કોઈ પણ લોકતાંત્રિક પાર્ટીએ મમતા બેનર્જીનું સમર્થન કરવું જોઈએ. નોંધનીય છે કે શરદ પવાર મંગળવારે કોંગ્રેસમાંથી છૂટા પડેલા પીસી ચાકો પોતાની પાર્ટીમાં સામેલ કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. શરદ પરવાર અનુસાર સીતારામ યેચુરીએ પણ કહ્યું છે કે ચાકો સાહેબનું અમે સ્વાગત કરીએ છે.
શરદ પવારે કહ્યું કે યેચુરીએ ફોન પર કહ્યું કે અન્ય એક મંચની જરૂર છે. આ વિષય પર વિચાર કરવો જોઈએ. કેટલાય નેતાઓએ અલ્ટરનેટિવ ફ્રન્ટ બનાવવાની વાત પર જોર આપ્યું છે. અને તેના પર હવે ગંભીરતાથી વિચાર થઈ રહ્યો છે. શરદ પવારે કહ્યું કે પીસી ચાકો એનસીપીમાં આવ્યા બાદ કેરળ પાર્ટી યુનિટ ખૂબ ખુશ છે. પ્રફુલ્લ પટેલે પણ પીસી ચાકોને શુભકામનાઓ પાઠવી હતી.

Related posts

‘RRR’ જુનિયર NTRનું વ્રત: ૨૧ દિવસ ઉધાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે અને બ્રહ્મચર્યનું પાલન કરશે

aapnugujarat

મોદી કેબીનેટ તૈયાર, ૩૩ નવા ચહેરા

editor

દીદીએ નંદીગ્રામમાં રોડ શો કર્યો

editor

Leave a Comment

UA-96247877-1