Aapnu Gujarat
National

દેશભરમાં પોલીસની ૫.૩૧ લાખ જગ્યાઓ ખાલી : જી.ક્રૃષ્ણ રેડ્ડી

દેશમાં પોલીસની ૫,૩૧,૭૩૭ જગ્યા, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)માં ૧,૧૧,૦૯૩ જગ્યા તેમ જ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રીકલ્ચરલ રિસર્ચમાં વૈજ્ઞાનિક અને ટૅક્નિકલ ગ્રૅડ માટે ૩,૮૧૫ હોદ્દા ખાલી છે.
કેન્દ્રના ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન જી. કૃષ્ણ રેડ્ડીએ લોકસભામાં જણાવ્યું હતું કે પોલીસની મહારાષ્ટ્રમાં ૨૮,૫૫૦, ગુજરાતમાં ૨૭,૩૪૯, ઉત્તર પ્રદેશમાં ૧,૧૧,૮૬૫, પશ્રિ્‌ચમ બંગાળમાં ૫૫,૨૯૪, બિહારમાં ૪૭,૦૯૯, મધ્ય પ્રદેશમાં ૩૧,૪૮૮, તેલંગણામાં ૨૯,૪૯૨ અને દિલ્હીમાં ૯,૭૬૭ જગ્યા ખાલી છે. કેન્દ્રના ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના અન્ય પ્રધાન નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું હતું કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)માં ૧,૧૧,૦૯૩ જગ્યા ખાલી છે.
કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળમાં સીમા સુરક્ષા દળ, કેન્દ્રીય અનામત પોલીસ દળ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફૉર્સ, ઇન્ડો-તિબેટીઅન બૉર્ડર પોલીસ, સશસ્ત્ર સીમા બલ, આસામ રાઇફલ્સ અને નેશનલ સિક્યોરિટી ગાર્ડનો સમાવેશ થાય છે અને તે ગૃહ મંત્રાલયના નિયંત્રણ હેઠળ છે.
કોરોનાના રોગચાળાને લીધે પોલીસ અને અર્ધલશ્કરી દળોમાંની ભરતીની પ્રક્રિયાને માઠી અસર થઇ હતી.
કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે લોકસભામાં જણાવ્યું હતું કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચમાં વૈજ્ઞાનિક અને ટૅક્નિકલ ગ્રૅડ માટે ૩,૮૧૫ હોદ્દા ખાલી છે.

Related posts

Railway Is Going To Take A Big Step To Promote Employment, ‘One Station, One Product’ Program Will Start Soon

aapnugujarat

કેરળમા લોકડાઉન જાહેર

editor

મહારાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા

editor

Leave a Comment

UA-96247877-1