Aapnu Gujarat
Uncategorized

મહુવા ખાતે અમૃત ખેડૂત બજારનો શુભારંભ

આત્મા પ્રોજેક્ટ ભાવનગર અને જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્વારા મહુવા ખાતે અમૃત ખેડૂત બજાર (પ્રાકૃતિક ખેતીના ખેડૂતો દ્વારા સીધુ વેચાણ)નો મહુવા ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ શુભારંભ પ્રસંગ દરમિયાન અધ્યક્ષ સ્થાને મહુવાના ડો.મુકેશ ધોળકિયા, ડો.અશોક ભુટાક, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા ભાવનગર શ્રી બી.આર. બાલદાણીયા, નાયબ ખેતી નિયામક(વિ.) શ્રી જી.એસ.દવે અને પીડીલાઈટ સિનિયર મેનેજર શ્રી અજીતભાઈ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ એસોસિએશન અને એગ્રો એસોસિએશન મહુવાના સભ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. પ્રથમ દિવસે જ અમૃત ખેડૂત બજાર મહુવાના શુભારંભને ખુબ સફળતા મળી હતી. આ પ્રસંગે કુલ ૨૭ ખેડૂતોએ ૧૫ સ્ટોલ પરથી વેચાણ કરેલ અને ગ્રાહકોનો પ્રતિભાવ પણ સારો મળ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો દ્વારા ફેમિલી ફાર્મર અંગે સમજણ આપીને ફેમિલી ફાર્મર કૉન્સેપ્ટ ખુલો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમથી પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડુતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. અમૃત ખેડુત બજારમાં વેચાણ કરનાર ખેડુત માધુભાઈ ગોહિલે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિનું ઉત્પાદન કરતા ખેડુતોને આ રીતે સીધું માર્કેટ મળે તો ચોક્કસ પણે ખેડુતોની આવક ડબલ થઈ શકે.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

રાજકોટમાં સોનાના વેપારમાં છેતરપિંડી, અનેક વેપારીઓ અને કારીગરો બન્યા શિકાર

aapnugujarat

महिला कॉर्पोरेटर ने डॉक्टर को मारा

aapnugujarat

Gujarat is my Atma, Bharat is my Parmatma: PM Narendra Modi

aapnugujarat

Leave a Comment

UA-96247877-1