Aapnu Gujarat
શિક્ષણ

ભાવનગર જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ચિત્રા, જી.આઈ.ડી.સીની પસંદગી

શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ચિત્રા, જી. આઈ.ડી.સી.ને જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થવા બદલ જિલ્લા કક્ષાના ૭૨માં પ્રજાસતાક પર્વની ભાવનગર ખાતેની ઉજવણીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને સાંસદ ડો. ભારતીબેન શિયાળ દ્વારા આચાર્યશ્રી બટુકભાઈ પટેલને રૂપિયા એક લાખ આપી અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે સાંસદ ડો. ભારતીબેન શિયાળ, જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, રેન્જ આઈ.જી. શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌર, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી સહિત સંબંધિત કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, શાળા, મહાશાળાના શિક્ષકો, વિધાર્થીઓ, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

શાળાઓ ખોલવા અંગે હાલ કોઈ વિચાર નથી ઃ મુખ્યમંત્રી

editor

ધોરણ-૧૦નું પરિણામ ૨૯ મેના દિવસે જાહેર કરાશે

aapnugujarat

એસ વી આઈ ટી ખાતે ૭૨ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1