Aapnu Gujarat
ગુજરાત

દાહોદમાં શિક્ષક ભરતી પ્રક્રિયામાં વંચિત ઉમેદવારોએ તંત્રને આવેદનપત્ર સોંપ્યું

દાહોદ જીલ્લામાં વર્ષ ૨૦૦૪માં વિદ્યા સહાયકની ભરતીમાં વંચિત રહી ગયેલા ઉમેદવારોએ વહીવટી તંત્રને આવેદનપત્ર આપી નોકરી આપવા તેમજ પ્રમાણપત્રો પાછા આપવાની માંગ કરી છે.
ઉમેદવારોનું કહેવું છે કે, દાહોદ જિલ્લામાં ૨૦૦૪ની સાલમાં જિલ્લા પંચાયત દ્વારા શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટેની જાહેરાત આપવામાં આવી હતી જેમાં એસટી ૪૦ ટકા અનામતનું પ્રમાણ હતું પરંતુ ત્યાં માત્ર ૨૬ ટકા જેટલી ભરતી કર્યા બાદ આજદિન સુધી નોકરી માટે ઉમેદવારી કરનાર ઉમેદવારોને હજુ સુધી નોકરી તેમજ ઓરિજિનલ પ્રમાણપત્રો આપવામાં આવ્યાં નથી તેવું ઉમેદવારોનું જણાવવું છે તેમનું વધુમાં કહેવું છે કે જે જેથી તેઓ અન્ય સ્થળે નોકરી પણ કરી શકે. છેલ્લાં ૧૭ વર્ષથી પોતાનો હક મેળવવા માટે ઉમેદવારો પોતાનો હક મેળવવા માટે લડત ચલાવી રહ્યા છે જ્યારે તેમાંથી બે ઉમેદવારો નોકરી ન મળતા હતાશા સરી પડ્યા છે. આ મામલે ઉમેદવારોએ બેનરો સાથે દાહોદ જિલ્લા વહીવટી તંત્રને આવેદન પત્ર આપી રજુઆતો કરી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

ડાંગ જિલ્લામાં યોજાશે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા: જિલ્લાની વધુમાં વધુ શાળા/વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે અનુરોધ

aapnugujarat

પોલીસ લોકોની સેવા માટે છે રોફ જમાવવા નહીં ઃ હાઈકોર્ટ

editor

ગુજરાતનો વિકાસ અમારો મુખ્ય સંકલ્પ : નીતિન પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1