Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠામાં હિન્દુ યુવા સંગઠન ભારત કાર્યાલયનું હિંમતનગર ખાતે ઉદઘાટન

હિન્દુ યુવા સંગઠન ભારત છેલ્લા આઠ વર્ષથી સેવામાં કાર્યરત છે ત્યારે ભારત દેશના વિવિધ રાજ્યમાં સંગઠન મજબૂત બની રહે તે માટે સંગઠનના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા દ્વારા ગુજરાતમાં જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ અને શહેરી વિસ્તારમાં સંગઠન મજબૂત બનાવવા ના સંકલ્પ સાથે આજે હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા હિંમતનગર શહેરમાં જિલ્લાકક્ષાનાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી જેમાં કાર્યાલય હોલના દાતા હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, નિરંજન અખાડા મહાકાલી મંદિર બેરણા ના સચિનગીરી મહારાજ, બીએપીએસ સંસ્થાના કોઠારી સ્વામી મંગળ પુરુષ, બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના કૌશલ મુની સ્વામી, જુનાગઢ હનુમાન મંદિર બેરણા ના મુરલી દાસજી મહારાજ, કાટવાડ શનિદેવ મહારાજના સના રામ મહારાજ તેમજ સંતો અને મહંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. વધુમાં સંગઠનને મજબૂત બનાવવા અને જરૂરિયાત મુજબના લોકો સુધી સંગઠન દ્વારા આપવામાં આવતી સેવાઓને સંતો અને મહંતો પણ બિરદાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સંગઠન દ્વારા ફુલહાર પહેરાવી અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પણ પ્રવચનમાં જણાવ્યું હતું કે હિન્દુ યુવા સંગઠન દરેક નાનામાં નાના કાર્યકરોને સાથે રાખી સંગઠનને મજબૂત બનાવે છે અને અલગ અલગ પ્રકારની સેવા પૂરી પાડે છે. રાત દિવસ એક કરી હિન્દુત્વ માટે લડત આપતા સંગઠનની કામગીરી ધારાસભ્યએ પણ બિરદાવી હતી. કાર્યક્રમના અંતે હિન્દુ યુવા સંગઠન ઉત્તર ગુજરાતના અધ્યક્ષ ભુગૃવેન્દ્રસિંહ કુંપાવતે આવેલ તમામ સંતો મહંતો અને કાર્યકરોનું સ્વાગત કર્યું હતું અને સંગઠનમાં નવા જોડાયેલા પદાધિકારીઓનું સન્માનપત્ર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા જિલ્લામાં ગામદીઠ કાર્યકરો જોડાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સંગઠનના તમામ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે જય જય શ્રી રામના નારાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

गुजरात में दो किसान नेताओं को पुलिस ने हिरासत में लिया

editor

નિરવ મોદીને કસ્ટમ વિભાગે ઉપસ્થિત રહેવા ફરમાન કર્યું

aapnugujarat

ગુજરાત સરકાર તમામ જિલ્લા-તાલુકામથકે સરકારી કર્મચારીઓ માટે બહુમાળી વસાહતો બનાવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1