Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગર જિલ્લાના મોજીદડમાં કિસાન સૂર્યોદય યોજનાનો આરંભ

ખેડૂતો માટે વીજ ક્રાંતિ લાવનાર ઐતિહાસિક ‘‘કિસાન સૂર્ય યોજના’’ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ૯ ગામોમાં યોજનાનો આરંભ શંકરભાઈ દલવાડી પૂર્વ ચેરમેન ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે અતિથિ વિશેષ માનનીય સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણા, સાયલા લાલજી મહારાજની જગ્યાના મહંતશ્રી, કિસાન મોરચાના પ્રમુખ રાજભા ઝાલા, ચુડા ભાજપ પ્રમુખ અલ્પેશ શેખ, ચુડા ભાજપ મહામંત્રી જયદીપસિંહ ઝાલા, ચુડા ભાજપ ઉપપ્રમુખ લગધીરસિંહ જાદવ, કારડીયા રાજપૂત સમાજના અગ્રણી ડી.ડી. પરમાર, ડી.બી. કોડીયાતર, અધિક ઇજનેર ઉપાધ્યાય, એચ.પી. રાવલ, જે.જી. મકવાણા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનકાળમાં વાળુ ટાઈમે લાઈટો આવતી ન હતી અને આવતી તે પણ માત્ર લાઈટો નહીં ટમટમીયા લાઈટો હતી તેમજ સિંગલ ફેઝ લાઈન મેઇન લાઇન ગણવામાં આવતી આજે આપણી સરકારમાં જ્યોતિગ્રામ યોજના થકી દરેક ગામમાં ૨૪ કલાક વીજળીની વ્યવસ્થા કરવામાં આવી ખેડૂતો માટે કિસાન સૂર્ય યોજના થકી દિવસે વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો, નર્મદાનું પીવાનું પાણી, સિંચાઈ માટે પાણી, રોડ રસ્તા વીજળી શિક્ષણ આરોગ્યને લગતી વિવિધ યોજનાઓ જો આપણે ગણવા બેસીએ તો ૯ દિવસની કથા બેસે એટલા બધા વિકાસના કાર્યો ૨૫ વર્ષથી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે. આ બધું ત્યારે શક્ય બન્યું છે જ્યારે ખેડૂતો તેમજ આપ બધા લોકોએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. અમારા કાર્યો ઉપર વિશ્વાસ મૂક્યો છે અને અમે જે વચનો ચૂંટણી ઢંઢેરામાં આપ્યાં હતાં તે પૂરા કર્યા છે ત્યારે આ શક્ય બન્યું છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર કાર્ય કરી રહી છે, અમે તો માત્ર પ્રજાના પ્રતિનિધિ તરીકે કાર્ય કરી રહ્યા છીએ ધારાસભ્યની પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ૧૦૦થી વધારે ગામોમાં આભારવિધિ થકી ૧૦૦ વધારે ગામના પ્રશ્નોને વાચા આપી છે એને તેઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા પીજીવીસીએલ, જેટકો જીઈબી વગેરેના અધિકારીઓ તેમજ કર્મચારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો તેઓએ બહુ સુંદર રીતે કાર્ય કરી રહ્યા છે જેથી લોકોને ઘર સુધી વીજળી તેમજ કિસાન સૂર્યોદય યોજના થકી દિવસે વીજળીનો લાભ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કિસાન સૂર્ય યોજના થકી જે ૯ ગામોનો આરંભ થઈ રહ્યો છે તેમાં બલાળા, ભેંસજાળ, છલાળા મોજીદડ, ખાંડીયા, કારોલ, ચાચકા, કંથારીયા ,અચારડા વગેરે ગામોમાં પ્રથમ તબક્કામાં આ યોજના થકી દિવસે વીજળી આપવામાં આવશે ત્યારબાદ બીજા તબક્કાઓમાં અન્ય બીજા ગામોનો સમાવેશ કરવામાં આવશે. સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે જ્યોતિગ્રામ યોજના, કિસાન સૂર્યોદય યોજનાઓ આજે લોકો સુધી પહોંચી છે પરંતુ સરકારની સૂર્ય શક્તિની યોજનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે સમયે કહેવામાં આવ્યું હતું કે અત્યાર સુધી આપણને એમ જ હતું કે વીજળી ધુવારણથી ઉત્પન્ન થઈને જુદા જુદા સબસ્ટેશન થકી આપણાં ઘર સુધી પહોંચે છે પરંતુ એ પરંપરાગત વીજળી ઉત્પન્ન કરવાના સ્ત્રોત માનવામાં આવતાં હતાં. હવે આપણે બિન પરંપરાગત વીજળી ઉત્પન્ન કરવાના સ્ત્રોત તરફ વળી રહ્યા છીએ એમાં સરકારની યોજનાઓ છે ૧-સોલાર ગ્રુપ યોજના “૨-સ્મોલ સ્કેલ સોલાર ઇન્ડસ્ટ્રીઝ યોજના “સોલાર ગ્રુપ યોજના થકી આપણે આપણાં ઘરના ધાબા કે છત ઉપર લગાવી વીજળી ઉત્પન્ન કરીને પોતાના વીજ ઉપકરણોનો વપરાશ કરી શકીએ છીએ અને વધારાની વીજળી પીજીવીસીએલ ને લીડમાં સપ્લાય કરી શકાય છે તેનું પીજીવીસીએલ દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે છે જેથી આપણે વીજળી મફતમાં મળે તેમજ વધારાની વીજળીનું યોગ્ય વળતર પણ મળે આ યોજના થકી ૧ થી૧૦ વોલ્ટ સોલાર પ્લાન્ટ કરવામાં સરકાર દ્વારા ૪૦ ટકા સબસીડી આપવામાં આવે છે. આ યોજના થકી પોતે વીજળી ઉત્પન્ન કરી પોતે જ વાપરી શકાય છે. આ યોજના થકી હોય દિવસે વીજળી મળતા રાતના ઉજાગરા, વન્ય જીવ જંતુના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમને માટે મુક્તિ મળશે. સૂર્યોદય કિસાન યોજના થકી દિવસે ઉત્પન્ન થતી વીજળીનો દિવસે વપરાશ, આવો વધાવીએ કિસાન સૂર્ય યોજના દિવસે વીજળી – રાત્રે આરામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ યોજનાનો શુભારંભ ૨૪ – ૧૦ – ૨૦૨૦ના રોજ કરવામાં આવ્યો હતો. આ યોજનાના પહેલા તબક્કામાં જૂનાગઢના ૨૨૦ ગીર સોમનાથના ૧૪૩ દાહોદ જિલ્લાના ૬૯૨ એમ કુલ ૧૦૫૫ ગામોને દિવસે વીજળીનો પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો. માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ૩ – ૧૦ – ૨૧ના રોજ બીજા તબક્કામાં ગીર સોમનાથના ૧૦૯ ગામોને આવરી લેવામાં આવ્યાં હતાં. આ યોજના માટે ૩૫૦૦ કરોડના ખર્ચે ૬૬ કેવી ની ૩૪૯૦ સર્કિટ કિલોમીટર જેટલી ૨૩૪ નવી ટ્રાન્સમિશનલ લાઈનો તથા ૨૨૦ કેવી ના નવા ૯ સબસ્ટેશનો થકી ગુજરાતનું વીજ માળખું સુદૃઢ કરવામાં આવશે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

જયેશ રાદડિયાએ સ્વ. બાબુભાઈ ચાવડાના પરિવારને ચેક આપ્યો

editor

૪૦૦ કરોડનો ખર્ચ છતાં સાબરમતી નદીમાં લીલ અને ગંદકી

editor

કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે બ્રહ્મલીન સંતશ્રી સદારામ બાપાની જન્મજયંતિની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1