Aapnu Gujarat
ગુજરાત

ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા કવિ સંમેલન યોજાયું

આજ રોજ સવારે ૮.૩૦ થી બપોરે ૨.૦૦ કલાકે સુધી કાર્યક્રમ ચાલ્યો આવકાર રેવ. ફાધર અરૂલ દ્વારા, મુખ્ય મહેમાનશ્રી ડોક્ટર ગુલાબચંદ પટેલ ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થા રાષ્ટ્રીય અધ્યક્ષ.,અતિથિ વિશેષ શ્રી દિનેશ એમ. પરમાર ક્રાઈમ પડકાર ન્યુઝ ના તંત્રીશ્રી દાહોદ ગુજરાત (પત્રકાર) ઉપસ્થિત રહ્યા. અમદાવાદ મંચના અધ્યક્ષશ્રી મહેશ આસોડિયા ગુજરાત, ફિલ્મ એકટર ડાયરેક્ટર શ્રી સુનિલ દત્ત મિશ્રા છત્તીસગઢ બધાં મહાનુભાવોનો પરિચય સંસ્થાના અધ્યક્ષ શૈલેષ વાણીયા “શૈલ” દ્વારા આજે જ્યારે સંસ્થા અધ્યક્ષશ્રીની જન્મ જયંતીની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સાહિત્ય વિકાસ સતત ગતિશીલ રહે તે હેતુસર ઓનલાઇન કવિ સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. વ્હોટસએપ મંચ ૨૫૭થી ભરેલ હતો. કાર્યક્રમની રૂપરેખા આ મુજબ છે આવકાર, દીપ પ્રાગટ્ય, પ્રાર્થના આરતી તિવારી સનત દિલ્હી દ્વારા મહેમાનશ્રીનો પરિચય, ફુલહાર વિધી સંસ્થા દ્વારા, મનુષ્ય જન્મ જયંતીનો મર્મ નિલેશ રાઠોડ નીલ દ્વારા, મહેમાનશ્રીઓનું પ્રવચન તેઓ જણાવે છે કે કોરોના મહામારીમાં ઓફ લાઈન એકત્ર થઇ શકતા નથી, ત્યારે ઘરની અંદર રહી સમાજ, દેશ માટે ઓનલાઈન એક સાચો માર્ગ છે. કુલ ૧૧૧ કવિ મિત્રોએ પોતાની કૃતિ રજૂ કરી, દિલ્હી, મુંબઈ, રાજસ્થાન, બિહાર, ઓરિસ્સા, હરિયાણા, પંજાબ અને ગુજરાતના કવિ મિત્રોએ ભાગ લીધો, બે વાગે પ્રમાણપત્રનું વિતરણ મહેમાનશ્રીના કર કમળ હસ્તે કરવામાં આવ્યું તૈયાર કરનાર ડિઝાઇનર અંકિત મેકવાન પેટલાદવાળા, આભાર વિધિમાં દોરનાર પ્રિતી પરમાર પ્રીત આણંદ, ગુજરાત અંતમાં રાષ્ટ્રગીતના ગાન સાથે છૂટા પડ્યા. જય ગરવી ગુજરાત.જય હિંદ.


(અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

ગૌવંશ ચોરી કરી કતલખાને ધકેલવાના કાંડમાં બે પકડાયા

aapnugujarat

કાઠી સમાજની ૭૦૦ વષઁ બાદ પણ ઉપવાસની પરંપરા યથાવત

editor

વડોદરામાં મોપેડ પર જતી યુવતીને કાર ચાલકે અડફેટે લેતા મોત

editor

Leave a Comment

UA-96247877-1