Aapnu Gujarat
ગુજરાત

બોરબાર ગ્રામ પંચાયતના નવીન મકાનનું ધારાસભ્ય શૈલેશ મહેતાના હસ્તે લોકાર્પણ

હાલની ભાજપા સરકાર અને પ્રજા પ્રેમી ધારાસભ્ય શૈલેષ મહેતા( સોટ્ટા ) ડભોઇ મત વિસ્તાર સતત વિકાસલક્ષી કામો દ્વારા અવિરત વિકાસ કરે તે માટે પ્રજા કલ્યાણના કામો કરી રહ્યા છે જેના અનુસંધાનમાં ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે આજરોજ ડભોઇ તાલુકાના બોરબાર ગામની ગ્રામ પંચાયતના અત્યાધુનિક સગવડો ધરાવતા નવીન મકાનનું લોકાર્પણ કરી ઉદ્દઘાટન કરવામા આવ્યું હતું. જર્જરિત થયેલા પંચાયતના મકાનનું નવીનીકરણ કરવા બાબતની રજૂઆતો ગામના સરપંચ, ગ્રામજનો અને આગેવાનો દ્વારા કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઇ સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ધારાસભ્યના પ્રયાસોથી વિકાસ કમિશ્નરની ગ્રાન્ટમાંથી ૧૪ લાખ ઉપરાંતના ખર્ચે અત્યાધુનિક સગવડો ધરાવતા ગ્રામ પંચાયતના મકાનનું નવીનીકરણ થવા પામ્યું હતું જેથી બોરબાર ગામના ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ કહ્યું હતું કે ડભોઇ તાલુકા વિકાસ અધિકારીએ ખાતરી આપી છે કે, ગામ લોકોને પંચાયત દ્વારા પૂરી પાડવામાં આવતી પાયાની સગવડો જેવીકે, ૭-૧૨, ૮-અ ના ઉતારા, મતદારયાદીમાં નામમાં સુધારો, ઉમેરો,કે કમી કરવાની કામગીરી, તેમજ પંચાયતને લગતા દાખલાઓની કામગીરી હવેથી બોરબાર ગામમાંથી જ પંચાયત દ્વારા પૂરી પાડવામાં આવશે જેથી હવે ગામ લોકોને ડભોઇ સેવાસદન સુધી ધક્કા ખાવા પડશે નહીં અને તેઓને આર્થિક રીતે સરળ બનશે અને સમયનો બચાવ થશે. પંચાયતના નવીન મકાનના લોકાર્પણ પ્રસંગે ડભોઇ તાલુકા વિકાસ અધિકારી, બોરબાર ગામના સરપંચ રાજેશ વસાવા, ડેપ્યુટી સરપંચ હંસાબેન, પંચાયતના સભ્યો, સ્થાનિક ભાજપ અગ્રણીઓ દિનેશભાઈ, હિતેશભાઈ, કૌશિકભાઈ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

સુરેન્દ્રનગર જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિધ્‍ધ

editor

प्रधानमंत्री ने डिसेलिनेशन प्लांट, रिन्युएबल एनर्जी पार्क का शिलान्यास किया

editor

ગાંધીનગરમાં વેક્સિનના ૧૫ સેન્ટર ફરી શરૂ

editor

Leave a Comment

UA-96247877-1