Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં વેક્સિનના ૧૫ સેન્ટર ફરી શરૂ

ગાંધીનગરમાં ગુરૂવારથી ફરી વેક્સિનેશનની કામગીરી જુદા જુદા ૧૫ જેટલા સેન્ટર પરથી શરૂ કરવામાં આવી છે, જેમાં એક જ સેન્ટર પર ૧૦૦થી વધુ લોકોને જ વેક્સિન મળશે. તેમાં ૧૮થી વધુ વર્ષની ઉંમરના લોકોએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, પરંતુ આ રજિસ્ટ્રેશનમાં પણ હજી ધાંધિયા છે, જેના કારણે વેક્સિન લેવા આવેલા કેટલાક લોકોએ પોતાનો રોષ પણ ઠાલવ્યો હતો. જેમને વેક્સિનની ધીમી અને નબળી કામગીરીને થઈ રહી છે તેવું જણાવ્યું હતું. જાેકે, ખાસ કરીને રજિસ્ટ્રેશનમાં અને શિડ્યુલ ન મળવાના કારણે ઘણી સમસ્યા સર્જાઈ રહી છે. ગાંધીનગરમાં ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે ૧૦ સેન્ટરો શરૂ છે. સેન્ટરો તો વધુ છે, પરંતુ વેક્સિન જ બહુ ઓછી છે, જેની સામે વેક્સિન લેનારની સંખ્યા વધુ છે. એક જ દિવસમાં ૧૦૦ જેટલા લોકોને વેક્સિન આપવાનું સેન્ટર પરથી નક્કી કરાયું હતું ત્યારે સેક્ટર- ૨૧ના સેન્ટર પરથી વાત કરતા જાણવા મળ્યું હતું કે, થોડા દિવસ શરૂઆતમાં ૧૦૦ તેમજ ૧૫૦ જેટલા લોકોને વેક્સિન આપવામાં આવશે, પરંતુ જે યુવાનો વેક્સિન લેવા માટે આવ્યા હતા પણ વેક્સિનની ધીમી કામગીરીને લઈને યુવાનોમાં ખૂબ જ રોષ જાેવા મળ્યો હતો. યુવાનોનું કહેવું છે કે, વેક્સિનની કામગીરી બહુ જ ધીમી થઇ રહી છે. રજિસ્ટ્રેશન વારંવાર કરીએ છે, છતાં પણ નથી થતું. એક અઠવાડિયા સુધી સતત રજિસ્ટ્રેશન કર્યા બાદ માંડ-માંડ રજિસ્ટ્રેશન થાય છે. જે રજિસ્ટ્રેશન થાય છે તો શિડ્યુઅલ નથી આવતું, જેના કારણે વેક્સિન લેવી હોય તે છતાં પણ ઘણો સમય રાહ જાેવી પડે છે.
ગાંધીનગરમાં અત્યાર પૂરતો ૧૦,૦૦૦ વેક્સિનના ડોઝનો જથ્થો છે. જાેકે, ૧૦ સેન્ટર ઉપરાંત ૪૫થી વધુ ઉંમરના લોકો માટે અન્ય ૫ સેન્ટરો ઁૐઝ્ર લેવલે ચાલે છે. ૧૫ જેટલા સેન્ટરો વેક્સિનેશન માટે ગાંધીનગરમાં ચાલે છે. દરરોજ એક સેન્ટર પર ૧૦૦ જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આથી એક અઠવાડિયાથી લઈ ૧૦ દિવસ જેટલો જ જથ્થો તંત્ર પાસે ઉપલબ્ધ છે. ફરી આ જથ્થો ખૂટશે ત્યારે વેક્સિંનની તાતી જરૂરિયાત પડશે. અત્યારે ૧૦૦ જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છેય બની શકે છે કે તેનાથી પણ અડધી સંખ્યામાં લોકોને વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવે. એક બાજુ લોકોને વેક્સિનેશન માટે અપીલ કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ બે થી ત્રણ ગણાથી પણ વધુ લોકો દિવસમાં વેક્સિન લીધા વિના જ રહી જાય છે. ઘણા લોકોને સેન્ટર ઉપર લથી પાછા પણ ફરવું પડી રહ્યું છે.

Related posts

મોટા સમાચાર: પાટીદાર આગેવાન નરેશ પટેલ આજે મીડિયાને કરશે સંબધોન, કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા

aapnugujarat

હિંમતનગર ખાતે ‘આવો કોઈની મદદ કરીએ’ ગ્રુપ દ્વારા તબીબોનું સન્માન કરાયું

editor

છરી બતાવીને લૂંટ કરનાર ટોળકીના ત્રણ શખ્સ જબ્બે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1