Aapnu Gujarat
મનોરંજન

તૌકતેની તારાજી બાદ ડાન્સનો વીડિયો મુકનાર દીપિકા ટ્રોલ થઇ

હાલમાં તૌકતે વાવાઝોડાએ ખાસ્સી તબાહી મચાવી દીધી હતી ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેની ખાસ્સી અસર જોવા મળી હતી આ વાવાઝોડામાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા આવા જ એક ધરાશાયી થયેલા વૃક્ષની આસપાસ વરસાદમાં ડાન્સ કરીને તેનો વીડિયો મુકનાર અભિનેત્રી દીપિકા સિંઘ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા પામી હતી.
સોશિયલ મીડિયાનાં યુઝર્સે તેને આ પ્રકારનો વીડિયો અપલોડ કરવા બદલ બિન સંવેદનશીલ ગણાવી હતી. અભિનેત્રીએ આ વીડિયો શેર કર્યો છે જેમાં તે રંગીન વસ્ત્રોમાં નાચતી નજરે પડે છે.તેણે આ વીડિયો શેર કરતા જણાવ્યું હતું કે જીવન કોઇ વાવાઝોડુ પસાર થવાની રાહ જોતું નથી.જો કે તેનો આ વીડિયો નેટીઝનને પસંદ આવ્યો ન હતો કારણકે તૌકતેએ ખાસ્સી તારાજી વેરી હતી જેમાં ઘણાં લોકો મોતને ભેટ્યા હતા.

Related posts

કૃતિ સેનનનો ઘટસ્ફોટ : ‘હજુ પણ પૂરતું મહેનતાણું મળતું નથી’

aapnugujarat

मानिसक स्वास्थ्य को लेकर ज्यादा जागरूकता की जरूरत : दीपिका

aapnugujarat

તોરબાજમાં સેક્સી નરગીસ મુખ્ય રોલમાં રહેશે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1