Aapnu Gujarat
Uncategorized

લીંબડીમાં સ્વાવલંબી સિવણ ક્લાસ

લીંબડી તાલુકામાં આવેલ એચડીએફસી બેંકની પાછળ નગરપાલિકા લીંબડી સંચાલિત અને મોહરા સંસ્થા દ્વારા સિવણ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે કહેવામાં આવે તો આ ક્લાસના ઈન્સ્ટ્રક્ટર એવા મુલતાની અફસાનાબેન સિકંદરભાઈ દ્વારા સારી સિવણની તાલીમ આપવામાં આવી રહી છે જેમાં કહેવામાં આવે તો ડ્રેસ, રૂમાલ, બ્લાઉઝ, ચણીયા, થેલી, વન પીસ તેમજ અલગ – અલગ પ્રકારના ડ્રેસથી લઈને દરેક પ્રકારની સિવણને લગતી માહિતી અફસાનાબેન દ્વારા આવનાર બહેનોને આપવામાં આવી રહી છે, તેમજ આ કોર્સ છેલ્લાં બે મહિનાથી શરૂ થયેલ છે ત્યારે કહેવામાં આવે તો આ સિવણ ક્લાસ શીખવા માટે ૫૦ બહેનો આવી રહી છે તેમજ આવી ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે આ મહિલાઓ દ્વારા ૨૩સથી ઉપરાંત માસ્ક બનાવી અને વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. અફસાના બેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સિવણ કોર્સ શરૂ થતા આવનાર બહેનોને સિવણ કોર્સની કીટ આપવામાં આવી હતી જેમાં સિવણને લગતા સાધનો આપવામાં આવ્યાં હતાં તેમજ આ કોર્સ પૂર્ણ થતાં આવનાર બહેનોને સ્ટાઈપેન ૩૦૦૦ પણ આપવામાં આવશ. અફસાના બેન તેમજ આવનાર મહિલાઓ દ્વારા પણ જણાવ્યું હતું કે આ સિવણનો કોર્સ શિખી અલગ અલગ પ્રકારની સિવણ તાલીમની કલાકૃતિથી સ્વાવલંબી અને ગુજરાત સરકારના આત્મનિર્ભર સૂત્રને સાકાર કરીશું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

ધોરાજીમાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

editor

મોરબીથી ૯૦ હજારની નકલી નોટો સાથે એક શખ્સ ઝડપાયો

aapnugujarat

જુનાગઢ રેન્જ ડી.આઈ.જી. મનીન્દરસિંઘ પવારે જિલ્લાના અગ્રણી સાથે બેઠક યોજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1