Aapnu Gujarat
શિક્ષણ

ડભોઈની નોબલ પબ્લિક સ્કૂલમાં ટેલેન્ટ સર્ચ પરીક્ષાનું આયોજન કરાયું

ડભોઇ તાલુકામાં મોટા હબીપુરા ખાતે આવેલ નોબેલ પબ્લિક સ્કૂલ દ્વારા જીનિયસ ઓફ ડભોઇ ૨૦૧૯ જનરલ નોલેજની ટેલેન્ટ સર્ચ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડભોઇની અલગ અલગ શાળાઓમાંથી ઘણાં બધાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આજનાં સ્પર્ધાત્મક યુગમાં બાળકોના મનમાંથી પરીક્ષાનો ડર દૂર થાય અને વિદ્યાર્થીના સેલ્ફ કૉન્ફિડન્સ માટે આ પરીક્ષા્‌નું આયોજન કરવામાં આવ્યું હતું. બે ભાગમાં પરીક્ષા લેવામાં આવી હતી. ગ્રુપ એ માં ધોરણ ૬ થી ૮ અને ગ્રુપ બી ધોરણ ૯ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું સુંદર આયોજન નોબલ પબ્લિક સ્કુલ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રથમ ૩ વિદ્યાર્થીઓને ઈનામ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઇ તાલુકામાંથી કુલ ૬ વિદ્યાર્થીઓ વિજેતા રહ્યાં હતાં. આ પ્રસંગે નોબેલ પબ્લિક સ્કુલ ઓફ ઇન્સ્ટીટયુટના પ્રમુખ એ.એમ.માધવાની તેમજ મોટા હબીપુરા ગામના સરપંચ ભાસ્કર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં અને વિદ્યાર્થીઓને ઈનામ આપ્યાં હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

રાહે-ખૈર-ગર્લ્સ પ્રાયમરી સ્કૂલમાં ઓનલાઈન યોજાયેલી વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ અર્પણ

editor

દેશભરની કોલેજોમાં ૧૦ % અનામતને મળી મંજૂરી, ૨૫ ટકા સીટ પણ વધશે

aapnugujarat

Commonwealth Day Celebrated By DPS – Bopal

aapnugujarat

Leave a Comment

UA-96247877-1