Aapnu Gujarat
રાષ્ટ્રીય

કમલ હાસનની પાર્ટી સાથે હાથ મિલાવી શકે છે ઓવૈસી

તમિલનાડૂમાં આગામી વર્ષએ એપ્રિલ મેમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીનો સમય જેવો નજીક આવે છે કે, તુરંત જ રાજકીય પાર્ટીઓમાં ગતિવિધીઓ શરૂ થઈ જાય છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં સક્રિય રોલ નિભાવા જઈ રહેલા અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસન રાજ્યની અન્ય પાર્ટીઓ પર સતત આકરા પ્રહારો કરી રહ્યા છે. ત્યારે હવે ખબર આવી રહી છે કે, કમલ હાસન અસદ્દૂદીન ઓવૈસીની પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે.
રાજકીય નિષ્ણાંતોમાં એવી ચર્ચા છે કે, બિહારમાં ધાર્યા કરતા સારા પરિણામ આવ્યા બાદ ઓવૈસીનો જુસ્સો ખૂબ વધ્યો છે. ત્યારે હવે કમલ હાસનની પાર્ટી મક્કલ નિધિ મય્યમ અને ઓલ ઈંડિયા મજલિસે ઈત્તેહાદ્દૂલ મુસ્લિમીન વચ્ચે ગઠબંધન થઈ શકે છે. આ બંને પાર્ટી રાજ્યમાં ૨૫ સીટો પર ચૂંટણી લડશે.ઓલ ઈંડિયા મજલિસે ઈત્તેહાદ્દૂલ મુસ્લિમીનના સૂત્રો દ્વારા મળેલી વિગતો પ્રમાણે જોઈએ તો, ઓવૈસીએ સોમવારના રોજ તમિલનાડૂ વિધાનસભા ચૂંટણી પર રાજ્યોના પાર્ટી પદાધિકારીઓ સાથે ચર્ચા પણ કરી છે. હૈદરાબાદમાં તમિલનાડૂ ચૂંટણી યોજનાને અંતિમ સ્વરૂપ આપવા માટે મિટીંગો થઈ રહી છે. જે અંતર્ગત પાર્ટી ત્રિચી અને ચેન્નઈમાં જાન્યુઆરીમાં સંમેલન કરશે.

Related posts

સિરિન્જની કિંમતમાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો થશે

aapnugujarat

અંકુશરેખા પર ભારતના તીવ્ર પગલા : સાત પાક. જવાનના મોત

aapnugujarat

गुरुवायूर मंदिर में मोदी ने की पूजा-अर्चना, पीएम को कमल के फूलों से तौला गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1