Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાજસ્થાન : ભાજપ નગર નિગમની ચૂંટણીમાં ત્રીજા સ્થાને

રાજસ્થાનની પંચાયતની ચૂંટણીમાં હાર પછી કોંગ્રેસના સુબેની નગર સમિતિ અને નગરપાલિકાની ચૂંટણીમાં જબરદસ્ત પરત ફરી છે. જ્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીને તગડો ઝટકો મળ્યો છે. શહેરી નિગમની માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે મોટાભાગના વોર્ડમાં વિજય મેળવવામાં સફળ રહી છે. જ્યારે અપક્ષ ઉમેદવાર બીજા નંબર પર આવ્યા છે. જ્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી એક નંબર પરથી સરકીને ત્રીજા સ્થાન પર પહોંચી છે.
શહેરી વિસ્તાર પરંપરાગત રીતે બીજેપીની વોટ બેંક માનવામાં આવે છે. તેમ છત્તાં ભારતીય જનતા પક્ષ જીત મેળવી શકી નહીં. આ રીતે બીજેપીએ પોતાના તાબા હેઠળની ત્રીસ જેટલી નિગમોમાં બહુમત ગુમાવીને હાર સહન કરવી પડી છે.રાજસ્થાનના ૧૨ જિલ્લાઓની ૫૦ નગરપાલિકાઓમાં ૪૩ નગરપાલિકાઓ અને ૭ શહેર પરિષદના ૧૭૭૫ વોર્ડનું પરિણામ જાહેર કરાયું છે. કોંગ્રેસે ૬૨૦ વોર્ડ જીત્યા છે, જ્યારે અપક્ષો પાસે ૫૯૫ વોર્ડ છે. ભાજપે ૫૪૮ વોર્ડ જીત્યા છે. આ ઉપરાંત બીએસપીની ૭, સીપીઆઈની ૨, સીપીઆઈ (એમ) ની ૨ અને આરએલપીની ૧ બેઠકો મળી છે.
તમને જણાવી દઈએ કે રાજસ્થાનની ૨૦૧૫ની આ ૫૦ નાગરિક ચૂંટણીઓમાંથી ભાજપ ૩૪ શહેરોમાં પોતાનો કબ્જો જમાવવામાં સફળ રહી હતી, પરંતુ ૫ વર્ષ પછી, તે ફક્ત ચાર સ્થળોએ સંપૂર્ણ બહુમતી મેળવવામાં સફળ રહી છે. રસપ્રદ વાત એ છે કે રાજ્યમાં આ પ્રકારની ત્રીસ નિગમ છે, જ્યાં અપક્ષોએ અતિ મહત્ત્વની ભૂમિકામાં છે.
કોંગ્રેસ પાસ વિપક્ષમાં હેતા ૫૦ માંથી ૧૪માં પ્રમુખ હતા. હવે કોંગ્રેસને ૧૬માં સ્પષ્ટ બહુમતી મળી છે. જો કે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ૪૦ સંસ્થાઓ પર પોતાના પ્રમુખ હોવાનો દાવો કરી રહ્યા છે.કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરાએ કહ્યું કે, ભાજપનું ત્રીજા સ્થાન પર સરકવું એ સ્પષ્ટ સૂચવે છે કે ભાજપ લોકોના મનથી દૂર જઈ રહી છે. તેમણે દાવો કર્યો છે કે રાજસ્થાનમાં ૪૦થી વધુ સ્થાનોના નિગમ પર કોંગ્રેસ પોતાનું બોર્ડ બનાવવામાં સફળ રહેશે. ડોટાસરાએ કહ્યું કે રાજ્યમાં જે સ્થળો પર અપક્ષો બહુમત તરફ આગળ અને અગ્રેસર છે તેઓ પણ કોંગ્રેસના સમર્થકો પણ છે. દોટાસરાએ જણાવ્યું હતું કે એક રીતે તે સ્પષ્ટ છે કે કોંગ્રેસ શહેરી વિસ્તારો પર અપક્ષો દ્વારા તેમનો કબ્જો જમાવવા માટે ઉપયોગ કરશે, જે રીતે જિલ્લા પરિષદના વડાઓ પર કબ્જો જમાવ્યો છે.

Related posts

વીમા ક્ષેત્રે FDI વધારીને ૭૪% કરવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં પાસ

editor

૨૦૧૯ની ચૂંટણી પૂર્વે મહાગઠબંધન બનશે નહીં : યેચુરી

aapnugujarat

પેટ્રોલ-ડીઝલ ખરીદો અને બાઈક, એસી, ટીવી, લેપટોપ મેળવો તદ્દન મફત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1